પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચનાઓએ પ્રોહિ/જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવા માટે આપેલ સુચના અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર વિભાગ અંક્લેશ્વરનાઓની સુચના આધારે આજરોજ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાજપીપળા ચોકડી પાસે આવેલ સ્વસ્તિક કોમ્પ્લેક્ષ પ્રથમ માળે આવેલ દુ.નં.એફ-૨૫ ખાતે મયુરસિંહ ભુપતસિંહ વાઘેલાનાઓ કેટલાક માણસો સાથે પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ બાતમી આધારે સદર જ્ગ્યાએ રેડ કરતાં કુલ આઠ ઇસમો પકડાઇ ગયેલ છે. જે નીચેની વિગતે છે.
(૧) મયુરસિંહ ભુપતસિંહ વાઘેલા રહે એ/૧૧૮ ગણેશપાર્ક સોસાયટી જી.આઇ.ડી.સી અંક્લેશ્વર જી.ભરૂચ
(૨) રવિન્દ્રભાઇ રમેશભાઇ કોલી રહે. રૂમ નં.૨૦૫ સિનેપ્લાઝા બિલ્ડીંગ મહારાજા નગર સંજાલી તા. અંક્લેશ્વર જી.ભરૂચ
(૩) જયેશભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે. ઘર નં.૨૦૫ આશિર્વાદ એપાર્ટમેન્ટ સરદાર પાર્ક જી.આઇ.ડી.સી અંક્લેશ્વર ભરૂચ
(૪) જયસુખભાઇ બચુભાઇ પટેલ રહે. મ.નં.૧ કિષ્ણા પાર્ક સોસાયટી પટેલ સમાજ વાડીની પાછણ જી.આઇ.ડી.સી અંક્લેશ્વર ભરૂચ
(૫) જયેશભાઇ હરગોવિંદભાઇ ગાંધી રહે. ઘર નં.૨૦૬ આશિર્વાદ એપાર્ટમેન્ટ સરદાર પાર્ક જી.આઇ.ડી.સી અંક્લેશ્વર જી.ભરૂચ
(૬) પ્રેમચંદ ભુલ્લર પાલ રહે. સ્વસ્તિક કોમ્પ્લેક્ષ એફ-૨૫ રાજપીપળા ચોકડી પાસે જી.આઇ.ડી.સી અંક્લેશ્વર મુળ રહે સોનહરા તા. તોલોડ જી.જોનપુર ( યુ.પી )
(૭) કલ્પનાથ સુખબર પાલ રહે. ઘર નં.૧૪૧ ગણેશપાર્ક-૩ જી.આઇ.ડી.સી અંક્લેશ્વર મુળ રહે અજીયા તા.નુરહા જી.જોનપુર ( યૂ.પી )
(૮) સુનિલકુમાર રાજઘર પાંડે રહે મ.નં.૧૪૬ શુભમ રેસીડન્સી રાજપીપળા ચોકડી પાસે અંક્લેશ્વર મુળ રહે રામકટરા તા. કટરા જી.ભદોહી ( યુ.પી )
ઉપરોક્ત રેઇડ દરમ્યાન રોકડા રૂપિયા ૫૯૧૯૫/- તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૮ ની કુલ કિં.રૂ.૩૫૫૦૦/- તથા વાહન નંગ-૨ કુલ કિં.રૂ. ૬,૦૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૯૯,૬૯૫/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતાં તેઓ વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. ગુ.૨.નં ɪɪ-૪૯ / ૨૦૧૮ જુગારધારા કલમ ૪,૫, મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.