અંક્લેશ્વર GIDC ખાતે કાર્યરત શ્રી રઘુવંશી લોહાણા મહાજનનાં સહકારથી ચાલતી સીતારામ સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ: શુલ્ક સાધનો ઉપયોગ માટે પુરા પાડવાની શરૂઆત કરાઇ છે. સંસ્થા દ્વારા દર્દીઓ માટે વ્હીલ ચેર, ટોઈલેટ ચેર, મેડીકલ બેડ, બેક સ્પોર્ટ, એર બેડ, વોટર બેડ, સ્ટીક, ઘોડી, ટોઈલેટ ટબ, સ્ત્રી અને પુરૂષ દર્દીઓ માટે યુરિનલ ટબ જેવાં તબીબ સાધનો નિ: શુલ્ક ઉપયોગ કરવા માટે આપવામાં આવસે જે પરત કરવાનાં રહેશે . આ અંગે સંસ્થાના રૂપલબેન ઠક્કરે જણાવ્યું હતું કે દર્દીઓએ આ બધા સાધનો મોંઘા ભાવે ખરીદવા પડે છે જેની જરૂરત પૂરી થયે કામ લગતાં નથી. ગરીબ મધ્યમવર્ગ સહિત તમામ વર્ગનાં દર્દીઓ માટે એટલે જ આ સેવા શરૂ કરી છે જેથી તેઓ પર તબીબ સારવાર ઉપરાંત આ સાધનો ખરીદવાનો વધારાનો બોજ ના આવે.
Advertisement