શહેર GIDC માં ઠેર ઠેર ખાડાં છતાં તંત્રો નિંદ્રાધીન…
અંક્લેશ્વર-વાલિયા માર્ગ પર વચ્ચોવચ્ચ મોટો ભુવો સર્જાતા વાહનવ્યહારને અસર થવા પામી છે પરંતુ PWD તંત્ર હજુ જાગ્યુ નથી.
અંક્લેશ્વરમાં વરસાદે વિરામ લીધો હોવા છતા હજુ ઠેર ઠેર ભુવા સર્જાઇ રહ્યા છે. અને રસ્તાઓ પર ખાડા-ખબોચીયાં જોવા મળી રહ્યાં છે હાલમાં જ અંક્લેશ્વરથી વાલિયા જવાનાં રાજ્ય ધોરીમાર્ગ પર GIDC માં આવેલ જલદર્શન સોસાયટીની સામે રસ્તામાં મોટો ભુવો સર્જાયો છે. જેને કારણે ટ્રાફિકને અસર થઈ રહી છે. આ માર્ગ પરથી રોજનાં હજારો નોકરિયાતો તેમ જ શાળાનાં વિધ્યાર્થીઓ અને ભારે વાહનો પસાર થાય છે. આ ભુવો આ વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે પરંતુ જાણ કરવા છતાં PWD તંત્રનાં અધિકારીઓએ હજુ કોઈ કામગીરી કરી નથી અને ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે અંક્લેશ્વર શહેર- GIDC માં ઠેર ઠેર વરસાદનાં કારણે ભુવા સર્જવાનો અને રસ્તા પર ઊંડા ખાડા પડવાથી ઘટનાઓ બની છે. આ ભુવા અને ખાડા તાત્કાલિક પૂરવાની તાકીદ ખુદ પ્રાંત અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યાં છે PWD નાં જવાબદાર છતાં બેજવાબદારી દાખવતાં અધિકારીઓને પુન: એક વાર પ્રાંત અધિકારી આ બાબતે ઢંઢોળે એવી વ્યાપક લોકમાંગ ઉઠી રહી છે.