બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ એક તરફ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેદ્ર સિંહ ચુડાસમાએ ચાર્જ સાંભળ્યા બાદ થી ગુનેગારો અને અંધારી અલામી તત્વો તેમજ બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ની લાગણી છવાઈ ગઈ છે ..તેમજ જિલ્લામાં ગુનેગારી આલમ ના તત્વો ધ્રુજી ઉઠ્યા છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યા,કેમિકલચોરી,દારૂ,જુગાર ના કેશો કરી રહી છે તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન ની હદ માં અંકલેશ્વર ના ભાદી ગામ ખાતે કાયદાને ખિસ્સામાં રાખી બિન્દાશ અંદાજ માં તાડ પતળી ની છત્રો છાયા વચ્ચે ધમધમતા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગ દ્વારા દરોડા પાડી અંદાજિત ૨૫ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે ૧૫ થી વધુ જુગારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.. તેમજ સ્થાનિક પોલીસ ની કામગીરીની આબરૂના ધજાગરા ઉડાડી મુક્યા હોવાની લોક ચર્ચા આ દરોડા બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે…અને સ્થાનિક પોલીસના બાહોશ કોન્સ્ટેબલો ને શુ આટલા મોટા પ્રમાણ માં ચાલતા જુગાર ધામ વિશે ખબર ન હતી..?? શુ કોઈ ના આશીર્વાદ થી આ અડ્ડા ધમધમી રહ્યા હતા…?? શુ કોઈ વહીવટદાર આ પ્રકાર ના તત્વો ને મદદગારી કરી રહ્યો છે..? જો સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી આ અડ્ડા ની બાતમી પહોંચી જતી હોય તો સ્થાનિક પોલીસ કર્મીઓ અત્યાર સુધી અંધારામાં હતા. ??? આ પ્રકાર ના અનેક સવાલો હાલ તો આ દરોડા બાદ થી ચર્ચાસ્પદ સાથે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે…!!!!