Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

Share

અંકલેશ્વર
તારીખ. 05.06.18

Advertisement

સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે.તેથી વધુ ને વધુ વૃક્ષા રોપણ થાય તેવા પ્રયત્નો ના ભાગ રૂપે આજે અંકલેશ્વર ના વિવિધ સ્થળે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી હતી બીજી બાજુ વૃક્ષોનું આડેધડ છેદન કરીને ઔધોગિકરણ અને શહેરીકરણનો વિકાસ કરવાની પ્રવૃતિ પણ ફુલી-ફાલી છે.તેને રોકવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.તેમજ પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરવાના સંકલ્પ લેવાયા હતાં.

હાલમાં વિશ્વનો જે દરે ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તે આત્મઘાતક છે. તે નિર્વિવાદ બાબત છે. આ વિકાસથી માનવજાત જ ખતમ થઈ જાય તો તે વિકાસ શા કામનો અને શા માટે ? આ વિકાસથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે. ભારત પણ વિશ્વના પ્રથમ પ્રદુષણ ફેલાવતા ૧૦ દેશોમાં ચોથું સ્થાન ધરાવે છે.

આથી આપણે હાલની વિકાસ પધ્ધતિ અને તેના અગ્રતાક્રમો તથા વ્યૂહરચનામાં અમૂલ પરિવર્તન કરવાની તાતી જરૂર છે. માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. વિશ્વના દેશોએ આ પ્રકારની પર્યાવરણ સંરક્ષિત “ ઇકોફ્રેન્ડલી ” વિકાસ અપનાવવાની તાતી જરૂર છે. આ પ્રકારનાં વિકાસથી પર્યાવરણ અને જૈવિક સૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધન થાય, તેને આપણે પર્યાવરણ સંરક્ષિત વિકાસ કહિએ છીએ. જેમાં કુદરતી સંસાધનો પર્યાવરણનું પોષણ કહિએ છીએ. શોષણ કરતા નથી.

પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘ *બીટ પ્લાસ્ટિક પોલ્યુશન* ’’ થીમ જાહેર કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપનના કાયદાનો સુચારુ રીતે અમલ કરવા પ્લાસ્ટિકના ઉત્પાદકો તેમજ પેકેજીંગ એકમો અને વપરાશકર્તા નાગરિકો પણ આ પ્રત્યે જાગૃત બને તે અત્યંત અનિવાર્ય છે. વિશ્વ પર્યાવરણ દિન ૨૦૧૮ની ઉજવણી નિમિત્તે રાજ્યમાં ૧૮મી મેથી પ્લાસ્ટિક કચરાને જાહેર સ્થળે, માર્ગની આસપાસની જગ્યાઓ, નદીકાંઠાઓ, દરિયાકાંઠાના ખાસ વિસ્તારો ખાતે સાફ સફાઇ ઝુંબેશ હાથ ધરીને સાફ-સુથરી કરવામાં આવ્યા છે


Share

Related posts

લીંબડી દોલતસર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

ProudOfGujarat

નબીપુર નજીક આવેલી વિરામ હોટલના પાર્કિંગમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!