હરેશભાઈ છગનભાઇ પરમાર
તારીખ. 04.08.18
અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રતિન ચોકડી વિસ્તાર થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં વેશ્યાવૃત્તિ ની પ્રવૃત્તિ તંત્ર ની નજર ની નીચે થઈ રહી છે. પ્રતિન ચોકડી પાસે પોલીસ ચોકી હોવા છતાં આ વિસ્તામાંજ આપ્રવૃત્તિ થઈ રહી છે.
મુખ્ય અને અતિવ્યસ્ત માર્ગ પર બેસેલી લલનાઓ ત્યાંથી પસાર થતા રાહદારીઓ સાથે ભીભત્સ ચેનચાળા કરે છે. ખાનદાની મહિલાઓ માટે અહીંયા થી નીકળવું મુશ્કેલ બને છે. અને આ બાબતે કાયદા વ્યવસ્થા ખોળવાય છે. તારીખ 03.08.18 ના રોજ પણ આજ બાબતે બે ગ્રુપ માં લડાઈ થઈ હતી .
છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર માં વેશ્યાવૃત્તિ માં વધારો થયો છે આ ને વિસ્તાર વેશ્યાવૃત્તિ માટે વધુ પ્રખ્યાત થયો છે. આસપાસ આવેલી ઔદ્યોગિક વસાહત ના કામદારો માટે સહેલું.સસ્તું મનોરંજન બની ગયું છે ઔદ્યોગિક વિકાસ કરતા બમણા પ્રમાણ માં વેશ્યાવૃત્તિ નો વિકાસ થયો છે. લલનાઓ ની સનખ્યાં માં વધારો થતો રહે છે . હાલ અહીંયા 50 થી વધુ લલનાઓ ફરી રહી છે.
*_આજુબાજુ આવેલ કહેવાતા ગેસ્ટહાઉસ અને કહેવાતા સીનેમાઘરો ના માટે આ રોજગારી અને વધુ નફો આપતું સાધન બની ગયું છે.તેમના માટે પણ આ શરમ જનક બાબત નથી રહી એ સમાજ માટે પણ ચિંતાજનક છે._*
આ બાબતે અગાઉ પણ અનેક વખત દબાયેલા સ્વરૂપે અને નનામી ફરિયાદો / રજૂઆતો થઈ હતી. પરંતુ તંત્ર પણ એક બે દિવસ ના માટે કાર્યવાહી કરી સંતોષ માને છે અથવા આંખ આડા કાન કરે છે. નજીક માં પોલીસ ચોકી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. કારણકે કોઈ ખુલી ને બોલતું નથી બધાજ જાણે છે કે આ ખોટું છે અને કોણ કરે છે કે કરાવે તે પણ જાણે છે તેમ છતાં ગુજરાતી ની કહેવત મુજબ *”બિલાડી ના ગળા માં ઘન્ટ કોણ પહેરાવે* ” એ ની રાહ જોયા કરતા હતા.
આજે જાગૃત નાગરિકો એ આ બાબત નો વિરોધ કરવાની હિંમત કરી છે અને વેશ્યાવૃત્તિ ના સામાજિક દુષણ સામે લડાઈ નું રણસિંગુ ફુક્યું છે.અને આ વગદાર અસામાજિક તત્વો સામે લોકશાહી ના પગલે લડવાની હિમ્મત દાખવી દાખવી છે. અને સમગ્ર હકીકત લેખિત સ્વરૂપ માં ઉચ્ચ કક્ષાએ આપી તંત્ર અને પોલીસ પાસે માંગણી કરી છે કે આ સમાજ માટે મોટું દુષણ છે અને તેને આ વિસ્તાર માંથી હમેશ માટે બન્ધ કરવામાં આવે.