Proud of Gujarat
GujaratFeaturedINDIA

શૈલી ફાર્મા કેમ, શ્રી ગણેશ રેમીડીઝ અને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ સહિતની ૨૧ કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી

Share

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., યુનિક કેમિકલ્સ, સૌરાષ્ટ્ર ડાય એન્ડ કેમિકલ્સ,ફેરગુસોન કેમિકલ, માનસી કેમિકલ્સ વિગેરેને પણ 15 દિવસ સમયગાળા હેઠળની ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી

અંકલેશ્વર,
પ્રદૂષણના મુદ્દે અંકલેશ્વર રીજીઅનમાં જુલાઈ માસ દરમ્યાન જીપીસીબી દ્વારા ૨૧ કંપનીઓને ક્લોઝર નોટીસ, ૩૫ કંપનીઓને નોટીસ ઓફ ડાયરેકશન તેમજ ૧૧૪ જેટલી કંપનીઓને શો કોઝ નોટીસો ફટકારવામાં આવતા પ્રદૂષણ ફેલાવતાં તત્વોમાં સોંપો પડી જવા પામ્યો છે. જીપીસીબી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ આ કામગીરીમાં અંકલેશ્વરની નામાંકીત શ્રી ગણેશ રેમીડીઝ લી. અને પાનોલીની યુનિક કેમિકલ્સ તથા બે ખાંડ ઉત્પાદન કરતી મંડળીઓનો પણ સમાવેશ થાય છે.
જુલાઈ માસના વરસાદી મૌસમમાં ગાંધીનગર જીપીસીબી, પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે જે સંદર્ભે ૨૧ કંપનીઓને ક્લોઝર નોટીસ, ૩૫ કંપનીઓને નોટીસ ઓફ ડાયરેકશન તેમજ ૧૧૪ જેટલી કંપનીઓને શો કોઝ નોટીસો ફટકારવામાં આવતા પ્રદૂષણ ફેલાવતાં તત્વોમાં સોંપો પડી જવા પામ્યો છે. અંકલેશ્વરની શૈલી ફાર્મા કેમ, શ્રી ગણેશ રેમીડીઝ અને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ ને તાત્કાલીક અસરથી ક્લોઝર નોટીસ ફરકારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેઓના વીજ તેમજ પાણી કનેક્શનો કાપવાની પણ તૈયારી તંત્રએ હાથ ધરી છે. જયારે અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને તેમાં માછલાં,જળચરના મોતની ગંભીર ઘટના સંદર્ભે વટારીયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ને પણ અંકલેશ્વર જીપીસીબીએ કરેલ તપાસ રીપોર્ટના આધારે 15 દિવસના સમયગાળા હેઠળની ક્લોઝર નોટીસ ગાંધીનગર જીપીસીબીએ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પાનોલીની યુનિક કેમિકલ્સમાં બનેલ અકસ્માતના બનાવ સંદર્ભે ગાંધીનગર જીપીસીબીએ ઘટના વાળા પ્લાન્ટને ક્લોઝર નોટીસ પાઠવી છે.
જયારે પંડવાઇની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., અંકલેશ્વરની સૌરાષ્ટ્ર ડાય એન્ડ કેમિકલ્સ,ફેરગુસોન કેમિકલ, માનસી કેમિકલ્સ વિગેરેને પણ 15 દિવસના સમયગાળાની ક્લોઝર નોટીસ ગાંધીનગર જીપીસીબીએ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર નોટીફાઈડ ને પણ બે વખત જીપીસીબીએ નોટીસ પાઠવી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. આમ, આવનર દિવસોમાં પ્રદૂષણના મુદ્દે જીપીસીબી વધુ કડક કાર્યવાહી હાથ ધરે તો નવાઈ નહીં.

Advertisement

Share

Related posts

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે.

ProudOfGujarat

વૈશ્વિક વીમા બ્રોકિંગ કંપની ગૅલેઘર વૃદ્ધિની યોજનાના ભાગરૂપે મુંબઈની મુખ્ય ઓફિસમાં રોકાણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!