અંકલેશ્વર
તારીખ. 01.08.2018
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી કેટલાક બેજવાબદાર અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા તેમની કમ્પનીઓ નું પ્રદૂષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવાના કારણે વસાહત ની ગટરો પ્રદૂષિત બની છે અને આ પ્રદૂષિત પાણી કુદરતી વરસાદી કાશો અને નર્મદા નદી ને પ્રદૂષિત કરી પર્યાવરણ ને ગમ્ભીર નુકસાન કરી રહ્યા છે.
વારંવાર ની આ બાબત ની ફરિયાદ તંત્ર ને કરાઈ છે. આજે પણ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંકલેશ્વર ખાતેની જીપીસીબી ની કચેરી માં ફરિયાદ કરવામાં આવી અને ફોટા અને વીડિયો અને ક્યાંથી છોડવા માં આવે છે તે સ્થળ ના ફોટા અને માહિતી પણ આપી છે. અને માંગ કરવામાં આવી છે કે આવા ગુનેહગરો સામે કાયદાકીય પગલાં ભરવા માં આવે.
છેલ્લા કેટલાક દિવસો થી વરસાદ નથી તેમ છતાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ની આસ પાસ ની આમલખાડી .છાપરા ખાડી અને અમરાવતી ખાડી માં વિવિધ રંગો ના કલર વાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. તંત્ર આ બાબત ના નિષ્ફળ ગયું હોય અથવા લાચાર બન્યું હોય એમ લાગી રહ્યું છે. અથવા આ પ્રદુષણ ને સ્વીકારી લીધું હોય એમ લાગે છે.
જો વારંવાર ની ફરિયાદો પછી પણ આનો નિરાકરણ ના આવશે તો કોર્ટકાયવાહી ની ફરજ પડશે.
*સલીમ પટેલ*
*પ્રકૃતિ સુરક્ષા મંડળ*