Proud of Gujarat
FeaturedGujarat

પીરામણ ગામ માં મૂંગા પ્રાણી એ પોતાનો જીવ ગુમાવી લોકોનો જીવ બચાવ્યો, બનેલી ઘટના ની પોલીસ ફરિયાદ કરાઇ…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય ત્યારે ઘણી જગ્યા ઉપર વીજ કંપનીઓ ની ભૂલો ને લઈને ઘણી જગ્યાઓ ઉપર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે થોડાક મહિના પહેલા વીજ કંપનીની લાપરવાહી ના કારણે અને તંત્રની લાપરવાહીના કારણે સુરતમાં પણ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાં એક મહિલાનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું ત્યારે હવે અંકલેશ્વરના પિરામણ ગામ ના પટેલ ફળીયા માં માં પણ તંત્રની લાપરવાહી સામે આવી છે જેમાં કરંટ લાગવાથી એક મૂંગા પ્રાણી એ જીવ ગુમાવ્યો હતો અંકલેશ્વરના પીરામણ ગામમાં વીજ કંપની દ્વારા લગાડવામાં આવેલ થાંભલા ઉપરથી કરંટ નીચે ઊતરતો હોય તે દરમિયાન મૂંગા વીજ કરંટ લાગતા મુંગા પ્રાણી નું મોત નિપજવા પામ્યું હતું, મૂંગા પ્રાણી ના મોતને લઈને જ સ્થાનિકો દ્વારા વીજળીના થાંભલા ઉપરથી કરંટ ઉતરે છે એવું જણાવ્યું હતું .

Advertisement

જો મૂંગા પાણીનો જીવ ના ગયો હોત તો આ દુર્ઘટના માં કોઈ મનુષ્યને મોટી હાનિ પહોંચી શકે એવું હતું ત્યારે અંકલેશ્વરના પિરામણ ગામ માં મુગુ જનાવર જાણે ગામવાસીઓ માટે અવતાર બનીને આવ્યો હોય તેવું લાગ્યું હતું ત્યારે હવે તંત્ર આવા મુદ્દા ઉપર ક્યારેય ધ્યાન આપશે તે તો જોવાનું રહ્યું મળતી માહિતી અનુસાર જાગૃત લોકો દ્વારા અને પીરામણ ગ્રામ પંચાયતે પણ તંત્રને અગાઉ વારંવાર જાણ કરવામાં આવી હતી ત્યાર પછી પણ કોઈ કામગીરી ન કરતાં છેવટે આ મૂંગા પ્રાણીને પોતાનો જીવ ગુમાવવો પડયો હતો પરંતુ આજ ઘટનામાં મૂંગા પ્રાણીની જગ્યાએ કોઈ મનુષ્યમાં નો પણ જીવ જાય તેવી સંભાવના ચોક્કસપણે લાગી રહી હતી. જેથી ગ્રામવાસીઓ માં રોષ ની લાગણી ફેલાઇ છે. પશુ માલિક દ્વારા આ બાબત ની ફરિયાદ સ્થાનિક પોલીસ કચેરીએ કરવામાં આવી છે. અને આ થયેલ ફરિયાદ થી તંત્ર માં કોઈ જાગૃતિ આવશે કે કેમ? કે પછી અરજદાર નો ફક્ત કોર્ટ કચેરી ના ધક્કા માં જ પસાર થશે. હાલ તો અરજદારે પોતાની ફરજ બજાવી છે તંત્ર ફરજ બજાવે એવી લોક લાગણી છે.


Share

Related posts

છોટાઉદેપુરમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી.

ProudOfGujarat

ગોધરા ખાતે નિઃશુલ્ક આયુર્વેદીક ઔષધી વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં એન.સી.સી. અવેરનેસ તેમજ ઇન્સ્પેક્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!