દક્ષિણ ઝોન ઈન્ચાર્જ તરીકે નિમણુંક…
કોંગ્રેસનાં વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા સ્થાપિત “લોકસરકાર”માં અંક્લેશ્વરનાં માંગીલાલ રાવલની દક્ષિણ ઝોન ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરાતાં કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાની વેદનાઓને વાચા આપવા માટે “લોકસરકાર” ની રચના કરવામાં આવી છે. “લોકસરકાર”નો ઉદેશ્ય છે કે પ્રજાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે અને સરકાર સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી તેનુ નિરાકરણ લાવે આ ઉદેશ્યથી રચાયેલ “લોકસરકાર”નાં મુખ્યમંત્રી તરીકે ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની નિમણુંક થઈ છે. પરેશ ધાનાણીએ “લોકસરકાર”નાં દક્ષિણ ઝોનનાં ઈન્ચાર્જ તરીકે અંક્લેશ્વરનાં કોંગી અગ્રણી માંગીલાલ રાવલની નિમણુંક કરી છે અને “લોકસરકાર”નાં ઉદેશ્યને સિધ્ધ કરવા સક્રિય ભૂમિકા ભજવી પ્રજાની સમસ્યાઓને વાચા આપવા નિર્દેશ આપ્યાં છે.
નોંધનીય છે કે માંગીલાલ રાવલ કોંગ્રેસનાં ઉપપ્રમુખ રહી ચુક્યા છે અને લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ અંગે અનેકવાર ધારદાર રજુઆતો કરી છે હવે “લોકસરકાર”માં તેમની દક્ષિણ ઝોન ઈન્ચાર્જ તરીકે વરણી થતાં કોંગ્રેસ વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે કોંગી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આ જવાબદારી બદલ માંગીલાલ રાવલને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.