આજ રોજ ઝગડીયા પોલીસ મથકે ઈન્સપેક્ટર દિલીપકુમાર જાદવે. પોતાના જુથના પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોધાંવી હતી
મળતી માહીતી મુજબ રાજ્ય પોલીસ અનામત દળ જૂથ -૧૦ ના આ.પો.કો ગુબાજી, અર્જુનસિહ સોઠા બ.નં-૮૬ નાઓ ગત તારીખ ૧૨/૮/૧૭ થી તા- ૧૭/૮/૧૭ સુધી દિન-૬ ની પરચુરણ રજા પર ગયેલા. ૧૮/૮/૧૭ ના રોજ ફરજ પર હાજર થવાના હતા પરંતુ સદર આ.પો,કો ગુબાજી પોતાના ઊચ્ચ અધિકારી ઓને કોઈ પણ પ્રકારની લેખીત કે મૌખીક જાળ કર્યા વગર કે વધુ રજાની માંગણી કર્યાં વગર અન અધિકૃત અને મનસ્વીપણે આજદીન સૂધી ગેરહાજર રહ્યાં હતાં
લાબાં સમયથી ફરજ ઉપર પરત ન ફરતા અને તેઓને આર.પી.એડી ધ્વારા અને પોલીસ મારફતે મોકલેલી નોટીસ નો કોઈપણ જાતનો પૃભુતીય ન આપી ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવેલ અને સઘીર અવગળના કરી અનઅવિકૃત રીતે ગેરહાજર રહી કરેલ કસુર વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદીએ ઝગડીયા પોલીસ ઈનસ્પેક્ટરને ફરીયાદ કરી હતી.