દિનેશભાઇ અડવાણી
મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડની મદદથી,અંકલેશ્વરના ઇનર વ્હીલ ક્લબ દ્વારા મેનુસ્ટ્રલ હેલ્થ અને હાઇજિન પર જાગરૂકતા લાવવા એક કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.ગીતાબેન શ્રીવત્સનએ વિદ્યાર્થિનીઓને બાયોડિગ્રેડેબલ નેપકિન અને કપડાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સાવચેતી રાખવી એ સમજાવ્યું હતું. પ્લાસ્ટિક બેઝ સેનિટરી નેપકિનના ઉપયોગ થી હેલ્થ અને પર્યાવરણને કેટલુ નુકસાન થાય છે એ પણ સમજાવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અને મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના પ્રમુખ કિંજાલબા ચૌહાણ તેમજ રોટરી ક્લબના પ્રમુખ અનિતાબેન કોઠારી,પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ, સેક્રેટરી વિધિ દુધાત , મોના શાહ , સુવર્ણા પાલેજા , મીતા તન્ના , અનંતા આચાર્ય ,નીતા મારકણા ,સુષ્મા દેશપાંડે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં 8 શાળાઓની 400 થી વધુ કન્યાઓ હાજર રહી હતી. છોકરીઓને 6 પેડ ધરાવતાં 400 સેનિટરી નેપકિન પેકેટો વિતરિત કરવામાં આવ્યા હતા.