Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

:-પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી મુજબ મુળ નેત્રંગ તાલુકાના ખાબજી ગામના રહેવાસી વિજય મોતીભાઈ વસાવા ઉ.વ. 32નાઓ અંકલેશ્વર જઈબીમાં વીજકર્મી તરીકે ફરજ બજાવે છે. અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ પાસે ભાથીજી મંદિર નજીક વીજ કંપનીનાં કર્મચારીઓ લાઈટનો થાંભલો ઉભો કરી રહ્યા હતાં. તે વેળા થાંભલો સીધો વિજય મોતી વસવા પડયો હતો.
વિજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયાં હાજર તબીબે તેનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવના પગલે અંકલેશ્વર જીઈબીમાં કામ કરતા કર્મચારીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
 

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ સહીત સાત પોલીસ કર્મીઓની બદલી કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાન્સફર કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલ કંપનીનો ગુજરત સરકાર સાથે MOU

ProudOfGujarat

ગોધરા તાલુકાના ચચેલાવ ગામે પશુ અત્યાચારના ગુનામાં સંડોવાયેલા વૉન્ટેડ આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!