Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પરથી ૧૫૦૦ કિલો શંકાસ્પદ ગૌ માંસના જથ્થા સાથે એક શખ્સને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

Share

:-બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના જીવદયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે તેઓએ મુલડ ટોલ ટેક્ષ નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી વાળી બોલેરો જીપ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂપિયા ૩૦ હજારની કિમતનો શંકાસ્પદ ગો માંસનો ૧૫૦૦ કિલો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે જીપના ચાલક અને સુરતના ભેસ્તાન વિસ્તારના રહેવાસી ગુલઝાર ગુલામ હસૈન શેખની પુછતાછ કરતા તેની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા મળી આવ્યા ન હતા. આથી તેને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભરૂચના ટંકારીયા ગામના મહેબુબ અને સુરતના ઝાબીર નામનાં શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

કેવડિયા જઈ રહેલી બાઇક રેલીનું ભરૂચ જિલ્લાનાં પાલેજમાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!