Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુપીન લિમિટેડનાં ડી.એમ.ગાંધીને ભારત રત્ન ડૉ. APJ અબ્દુલ કલામ એક્સેલેન્સ અવોર્ડ…

Share

અંક્લેશ્વર સ્થિત લુપીન લિમિટેડનાં વાઈસ પ્રેસિડન્ડ ડૉ.એમ.ગાંધીનો તેમની ટેકનોલોજીકલ અને સોશીયલ પ્રવૃતિ બદલ ભારત રત્ન ડૉ. APJ અબ્દુલ કલામ એક્સેલન્સ અવોર્ડ માટે પસંદગી થઈ છે.

દિલ્હી સ્થિત ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી-IIFH એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જેનાં સભ્યોમાં કેબીનેટ મંત્રીઓ, ઉધ્યોગપતિઓ, સમાજ સેવીઓ છે. આ સંસ્થા દર વર્ષે વિવિધ ક્ષેત્રે જેવા કે ટેક્નોલોજી, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રી, એન્જીનીયરીગ, ફાઇન આર્ટસ, પોલિટિક્સ એન્ડ સોશીયલ વર્ક જેવામાં નોંધપાત્ર કામગીરી બદલ પસંદી વ્યક્તિઓને અવોર્ડ એનાયત કરે છે. જેમાં લુપીન લિમિટેડનાં વાઈસ પ્રેસિડન્ટ ડૉ.એમ.ગાંધીની પસંદગી આ વર્ષ તેમની ઈન્ડસ્ટ્રીયલ અને સોશીયલ કામગીરી બદલ થઈ છે અને તેમને “ ભારત રત્ન ડૉ. APJ અબ્દુલ કલામ એક્સેલન્સ અવોર્ડ” એનાયત કરાશે. તેમને આ અવોર્ડ મળતાં ઉધ્યોગ અગ્રણીઓએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના અંધારકાછલા ગામેથી એક્ટિવા પર વિદેશી દારુ લઇ આવતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાતી ફિલ્મ બગાવતનું શુટિંગ:મહેમાન કલાકાર તરીકે બોલીવુડની અભિનેત્રી અનિતા રાજ રાજપીપળામાં.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!