Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાનોલી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જવાના માર્ગ પર મોટરસાઈકલ નંબર-જી.જે.૧૬.બીએ.૧૫૨૩ પર વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસ પાનોલી નજીક વોચ ગોઠવી ઉભી હતી તે વેળા બાતમી વાળી બાઈક આવતા પોલીસે તેને અટકાવી બાઈક ઉપર સવાર ઇસમની તલાસી લેતા તેની પાસે રહેલ સ્કુલ બેગમાંથી વિદેશી દારૂની ૩૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ ૧૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઉમરવાડા ગામના હનુમાન ફળિયામાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ રવજીભાઈ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં મિસ મેનેજમેન્ટના કારણે ડિગ્રી સર્ટિફિકેટ ન મળતા 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ અટવાયા.

ProudOfGujarat

વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવા બાબતે Nsul ની નર્મદા કોલેજ મેનેજમેન્ટને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!