અંક્લેશ્વરનાં અગ્રણી ઉધ્યોગપતિ અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે મહત્વની કામગીરી માટે ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ-૨૦૧૮ એનાયત કરાયો છે.
અશોક પંજવણી અગ્રણી ઉધ્યોગપતિ હોવાની સાથે સાથે સેવાકીય ક્ષેત્રે પણ સક્રિય ભુમીકા ભજવે છે. શિક્ષણક્ષેત્રે પણ તેઓએ શ્રોફ એસ.આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમીકલ ટેક્નોલોજીની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી છે અને તેમનાં સતત પ્રયત્નોનાં કારણે જ આજે આ સંસ્થા દેશની ટોચની ઈન્સ્ટીટ્યુટમાં સ્થાન પામી છે. તેમની આ શિક્ષણક્ષેત્રની મહત્વની કામગીરીને ધ્યાનમાં લઈને ફાઉન્ડેશન ફોર એક્સેલરેટેડ માસ એમ્પાવરમેન્ટ FAME સંસ્થા દ્વારા એક્સેલન્સ માટે ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ-૨૦૧૮ થી તેમને નવાજવામાં આવ્યાં છે. તેઓને આ પ્રતિષ્ઠિત અવોર્ડ મળતાં ઉધ્યોગજગતને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી છે.
Advertisement