:-ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ના દિવારોડ પર આવેલ મારુતિ બંગલો સોસાયટીની બાજુ માંથી પસાર થતી વરસાદી કાંસ માં કલર યુક્ત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..તેમજ પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યકત કર્યો હતો….
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તારમાં કલર યુક્ત પાણી ચોમાસાની મૌસમ નો લાભ લઇ કેટલાક ઉધોગો છોડી રહ્યા છે ..અને પશુઓ તેમજ પાણી જન્ય જીવો અને લોકો ના સ્વાસ્થ્ય સામે જાહેર માં ખીલવાડ કરતા હોય જી.પી.સી.બી ના તંત્ર એ વહેલી તકે જાગૃતિ બતાડી આ પ્રકાર ની બેદરકારી નીતિ અપનાવતા ઉધોગોને લાલ આંખ બતાડી તેઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી લોક માંગ હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની છે..નહિ તો જી પી સી બી ની કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી નીતિ અપનાવી તો કદાચ આ પ્રકાર ના પ્રદુષિત પાણી ના કારણે મોટા પાયે પર્યાવરણ ને નુકશાન પહોંચે તેવી બાબતો પણ નકારી શકતી નથી……
અંકલેશ્વર ના દીવારોડ પર આવેલ મારુતિ બંગલો સોસાયટીની બાજુ માંથી પસાર થતી ખાડી (વરસાદી કાંસ)માં વહી રહેલું કલર યુક્ત પાણી જોવા મળતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..અને આખરે ક્યારે આ પ્રકાર ના તત્વો ઉપર કાર્યવાહી થશે તેવી ચર્ચા હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની છે…..
Advertisement