Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરની અંબિકા ઓટો પાર્ટ્સના શોરૂમ માંથી 64 હજાર ઉપરાંતના સ્પેરપાર્ટ્સની ચોરી…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે હાઇવે ની બાજુ માં આવેલ અંબિકા ઓટો પાર્ટ્સના શોરૂમ માંથી તસ્કરો 64 હજાર ઉપરાંતના સ્પેરપાર્ટ્સની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બે જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે નેશનલ હાઇવે નંબર 48 ની બાજુ માં આવેલ અંબિકા ઓટો પાર્ટ્સના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવી દુકાનનું સાઈડનું શટરનું લોક તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.વિવિધ સ્પેરપાર્ટ્સ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે શોરૂમના સંચાલક જીતેશ ગાંધી શોરૂમ ખોલવા માટે આવતા દુકાનની બાજુનુ શટરનું લોક તૂટેલું અને ખુલ્લું નજરે પડતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ શોરૂમ બહાર અને અંદર મુકેલ સીસીટીવી ચેક કરતા બે જેટલા તસ્કરો કેદ થયેલા નજરે પડ્યા હતા. આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 64 હજારના સ્પેરપાર્ટ્સ ની ચોરી અંગે જીતેશ ગાંધી એ શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના યુવકનું ઉંડી નજીક અકસ્માતમાં મોત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના વોર્ડ નંબર 1 માં ડિજિટલાઈઝ સભ્ય નોંધણી કરાઈ.

ProudOfGujarat

સુરત : ડિંડોલીમાં શોપિંગની ત્રણ જેટલી દુકાનોનાં શટરના તાળા તોડનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!