૧૪૫૫ પૈકી ૧૦૨૯ વિધ્યારથીઓ ક્વોલિફાઈડ – ૪૩૧ ને ઈમ્પૃવમેન્ટ
ગુરૂવારે ધોરણ ૧૨ સામાન્ય પૃવાહનાં જાહેર થયેલાં પરિણામોમાં અંક્લેશ્વર કેન્દ્રનું ૭૦.૭૨% પરિણામ જાહેર થયું છે
ધો-૧૨ સામાન્ય પૃવાહમાં અંક્લેશ્વર કેન્દ્રમાં કુલ ૧૪૬૦ પરિક્ષાર્થીઓ નોંધાયા હતાં જે પૈકી ૧૪૫૫ વિધ્યાર્થીઓ એ પરિક્ષા આપી હતી.ગુરૂવારે જાહેર થયેલાં પરિણામોમાં અંક્લેશ્વર કેન્દ્રમાં ૧૪૫૫ પરિક્ષાર્થીઓ પૈકી ૧૦૨૯ પરિક્ષાર્થીઓને એલીજીબલ ફોર ક્વોલિફાઈગ સર્ટિફિકેટ – EQC – ગણાયા છે અર્થાત ઉત્તીણ થયાં છે જ્યારે ૪૩૧ વિધ્યાર્થીઓ નીડ ઈમ્પૃવઅમેન્ટ – NI માં ગણવામાં આવ્યાં છે આમ અંક્લેશ્વર કેન્દ્રનું પરિણામ ૭૦.૭૨% જાહેર થયું છે.
ધો-૧૨ સામાન્ય પૃવાહ ના પરિણામને લઈ સવારથી વિધ્યાર્થીઓ ઓનલાઈન પોતાના પરિણામો નિહાળવામાં મશગુલ બન્યાં હતાં ઊંચા જીવે વાલીઓ અને પરિક્ષાર્થીઓએ પરિણામો નિહાળ્યા બાદ પોતપોતાની શાળાએ જઈને પરિણામો મેળવ્યાં હતાં પરિણામ લેવા આવનાર વાલીઓ-વિધ્યાર્થીઓ ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા જોવા મળી હતી. શાળાઓના શિક્ષકો તેમ જ સંચાલકો પણ ટકાવારી મુજબ પ્રથમ ક્રમનાં વિધ્યાથીઓની યાદી બનાવી અભિનંદન પાઠવતાં જોવા મળ્યાં હતાં