_અંકલેશ્વર_
_તારીખ. 27.07.2018_
તારીખ 25 જુલાઈ ના રોજ નાયબ કલેકટર સાહેબ.અંકલેશ્વર ની અધ્યક્ષતા માં આમલખાડી ના થતા ઓવરફ્લો ના કારણે અંકલેશ્વર શહેર અને તાલુકા માં થતા નુકશાન ના કાયમી ઉકેલ લાવવા જવાબદાર દરેક વિભાગ ની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં DLR અને માર્ગ મકાન વિભાગ. પીરામણ ગ્રામ પંચાયત.નગર સેવા સદન અંકલેશ્વર. GPCB. ત્રણે ઔદ્યોગિક વસાહતો ના પ્રમુખો. GIDC .નોટિફાઈડ વિભાગ ના પ્રતિનિધિઓ હાજર રહી સમસ્યા ના નિરાકરણ બાબતે ચર્ચા કરી હતી.
__પીરામણ ગામના આગેવાનો સલીમ પટેલ અને ઇમરાન પટેલે રજુઆત કરી હતી કે 2015 માં પીરામન ગ્રામ પંચાયતમાં મિટિંગ કરી ઝઘડિયાથી કાન્તિયાજળ સુધી જતી લાઈનને પીરામણ હદ વિસ્તારની આમલાખાડી માથી બે મીટર નીચેથી પસાર કરી દેવામાં આવે અને જીઆઇડીસીના અધિકારીઓએ સો રૂપિયા ના સ્ટેમ્પ પર લેખિત વચન આપ્યું હતું કે લાઈન થયા પછી આમલાખાડી ને અને રબરપીચિંગ કરી પાકી કરી દેવામાં આવશે પરંતુ ત્રણ વર્ષ સુધી આ બાબતમાં કોઈ કામગીરી ન થતા પીરામણ ગ્રામ પંચાયત દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાનું પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે આ મિટિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું.અને માંગણી કરી હતી કે તેમને આપેલ લેખિત કરાર નો અમલ કરવામાં આવે.
બે કલાકથી વધુ સમય ચાલેલી મીટિંગના અંતે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પીરામણ ગામ થી ધન્તુરિયા ગામ સુધી માપણી કરી દબાણો દૂર કરી ખાડી ઊંડી અને રબર પીચિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું એ માટે દરેક સંબંધિત વિભાગે સહકાર આપવાનો નક્કી કરવામાં આવ્યું હતું.
વધુ માં આ બાબત માં પીરામણ પંચાયત મુકામે તારીખ 31.07.18 ના રોજ મિટિંગ નું આયોજન રાખવામાં આવેલ છે. જ્યાં આગળ ની કાર્યવાહી ની ચર્ચા કરવામાં આવશે.