દિનેશભાઇ અડવાણી
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે વડીયા કોમ્પલેક્ષમાં રહેતા મિથુન કુમાર ઉપેન્દ્ર મંડળના ઓ ને ત્યાં એસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.રેડ દરમિયાન મિથુનકુમાર ઉપેન્દ્ર ભાઈના ત્યાંથી 1.75 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવેલ હતો.એસ.ઓ.જી પોલીસની ટીમે યુવાનની અટકાયત કરી ગાંજા સાથે કાયદેસરનો ગુનો નોંધી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ આવા કેટલા બૂટલેગરોથી આજદિન સુધી વંચિત રહી છે.ગાંજાના વેચાણ ને લગતા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે હજી ગઈ કાલે જ સુરત ખાતે થી ગાંજો વેચનાર ૨ આરોપીઓની અટક કરવામાં આવી હતી.હાલ આ આરોપીઓ ગામડાઓના યુવાનોને નિશાન બનાવી ગાંજાનું વેચાણ કરી રહ્યા છે.
Advertisement