Proud of Gujarat
EducationFeaturedGujarat

ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ‌ગુમાનદેવની પ્રાથમિક શાળાને દત્તક લઇ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરાયું…

Share

દિનેશભાઇ અડવાણી

ઝઘડિયા ગુમાનદેવ ખાતે પ્રાથમિક શાળા કાર્યરત છે જેમાં ગુમાનદેવ તેમજ આજુબાજુના વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ભણતર અર્થે આવે છે ત્યારે આ શાળાના વિકાસ અર્થે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શાળાને દત્તક લેવામાં આવી છે.આ કાર્યક્રમ હેઠળ સ્કૂલના બાળકોને યુનિફોર્મ, બૂટ મોજા, સ્કૂલ બેગ, સ્ટેશનરી પાઊચ,રમત ગમતનાં સાધનો,બૂકસ, બિસ્કીટ,હેન્ડવોશનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઇનર વ્હીલ ક્લબ દ્વારા થયેલ આ કાર્યના પગલે માત્ર ગુમાનદેવ જ નહિ પરંતુ આજુબાજુના ગામોના ગરીબ વિદ્યાર્થીઓને પણ ખુબ લાભ થશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સ્વસ્થતા કેવી રીતે જાળવવી એ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પયૉવરણની જાળવણી માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!