દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોની વિધવા માતાઓ માટે આજે કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં વિધવા મહિલાઓએ વિધવા સહાય યોજનાથી વાકેફ કરી લાભાર્થી બનાવવાની પ્રક્રિયા કરાઈ હતી.સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટાભાગના શ્રમજીવી પરિવારના બાળકો અભયાસ કરતા હોય છે. કેટલાક સંજોગોમાં પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે બાળકો અભ્યાસ છોડી પરિવારની હાથલાકડી બનવા મજબુર થતા હોય છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગરીબ પરિવારના બાળકોની વિધવા માતાઓને સરકારી યોજના હેઠળ સહાય મળે તે માટે આજે કેમ્પ યોજવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ અને સભ્યોએ ૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી. યોજના હેઠળ વિધવા માતાઓ માસિક ૧૨૫૦ રૂપિયાની સહાય મેળવવા હકદાર છે .આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ, નરેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દક્ષા બેન શાહ, કારોબારી ચેરમેન ચેતનભાઈ ગોળવાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય અને નગરપાલિકા ના સભ્ય હાજર રહ્યા હતા.
2 comments
વાહ બેન વાહ
આવા સારા કર્યો કરવાની આપને ઈશ્વર હિંમત અને માર્ગદર્શન આપે એવી શુભેચ્છાઓ
વાહ બેન વાહ
આવા સારા કર્યો કરવાની આપને ઈશ્વર હિંમત અને માર્ગદર્શન આપે એવી શુભેચ્છાઓ