Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ રીગલ રેમિક કંપનીમાં ત્રણ માળની બિલ્ડીંગ પરથી કામદાર નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર-પાનોલી ઔધોગિક એકમોમાં સેફ્ટીના અભાવે અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગુરુવારના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ રીગલ રેમિક કંપનીમાં દેવેન્દ્ર કમલેશ રાય ત્રણ માળની બિલ્ડીંગ ઉપર કામગીરી કરી રહ્યો હતો તે વેળા તે નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ટુંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કામદાર નેતા રજની સિંગે આક્રોશ વ્યક્ત કરી સેફટીના સાધનો નહી વસાવતી કંપનીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર ઔદ્યોગિક વસાહતોમાં અકસ્મતોની ઘટનાઓ સામે પગલા લેવાને બદલે તંત્ર ચુપકીદી કેમ સાંધે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા જાણો ક્યાં ક્યાં .

ProudOfGujarat

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!