દિનેશભાઇ અડવાણી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ ૨-૬-૨૦૧૯ ના રોજ રાત્રી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મુલ્લાવાડાના કસાઈવાળ ખાતે 200 કિલો ઉપરાંતના ગૌમાંસ સાથે મોહમ્મદ ઇબ્રાહિમ ખાનને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં સાત જેટલી જીવતી ગાયો તથા એક ટેમ્પો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે ગૌમાસના કેસમાં સંકળાયેલા વધુ ચાર જેટલા આરોપીને આજરોજ ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તો પોતાની ફરજ બજાવી ગૌમાંસના આરોપીઓને ઝડપી પાડતી હોય છે પરંતુ ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપી દેવામાં આવતા હોય છે.
ગૌમાંસના કેસમાં હાલ પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા
(1) મોહમ્મદ યુનુસ હનીફ કુરેશી રહે- કુંભારવાડ આદર્શ સ્કૂલ પાસે અંકલેશ્વર,
(2) અક્રમ શબ્બીર હુસેન કુરેશી રહે -જુની શાક માર્કેટ વસાવા અંકલેશ્વર,
(3) સાદિક ગુલામ કાદર કુરેશી રહે-જૂની શાકમાર્કેટ કસાઇ વાડ અંકલેશ્વર,
(4) જીલાની પીર મોહમ્મદ કુરેશી રહે-તાડ ફળિયા અંકલેશ્વર.