Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર ખાતેનાં ગુજરાત હઊસિંગ બોર્ડના એક મકાનમાં ચોરી…

Share

અંક્લેશ્વરમાં આવેલ સુરતી ભાગોળ ગુજરાત હઊસિંગ બોર્ડ રૂમ નં-૪૮૮ માં રહેતા અમરારામ રણછોડરામ બામણીયા ના મકાનમાં રોકડ તથા સોનાચાંદી મળી કુલ રૂપિયા ૪૮,૫૦૦ ની મતા ચોરી થવા પામી હતી.

 

Advertisement

પોલીસ સુત્રો મુજબ થ્રીવિહીલ ટેમ્પોમાં કટલરીનો સામાન વેચતા અમરારામ રણછોડરામ બામણીયા તથા તેમના પત્ની તા-૧૬/૬/૧૮ ના રોજ પોતાના મકાનની અંદરના દરવાજા તથા મેઈન ગેટને તાળુમારી સાજેના ૬ વાગ્યાના સમયે અંક્લેશ્વરથી રાજસ્થાન જવા નીકળ્યા હતા. અને રાજસ્થાન ખાતે જઈ ખેતીકામમાં જોતરાયા હતા. રાજસ્થાન ખાતે તેમની પત્નીનું પગમાં ફેક્ચર થતા તેમને વધુ સમય રોકાવવાની ફરજ પડી હતી. તા-૨૫/૭/૧૮ ના રોજ સવારે આઠ વાગ્યે અંક્લેશ્વર ખાતેના મારા મકાન માલિકનો ફોન આવેલ કે તમારા મેઈનગેટ તથા દરવાજાના તાળા તુટેલા છે અને તમારા મકાનમાં ચોરી થઈ હોવાનું જણાય છે તેવી વાતની જાણ થતા હું રાજસ્થાનથી અંક્લેશ્વર પરત આવેલા અને તેમણે આવીને જોતા તેમના મકાનમાં પાછળના ભાગમાં મુકેલ તિજોરીના લોકરમાં મુકેલ દાગીનાનું પાકિટ તથા બીજો સરસામાન વેર વિખેર હાલતમાં હતો. જેથી ફરીયાદીએ પોતાના મકાનમાંથી રોકડ રૂપિયા ૬૦૦૦, સોનાની બે વીટી કિંમત રૂપિયા ૨૦,૦૦૦ સોનાની એક જોડી બુટ્ટી ઝુમ્મર-નંગ-૨ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ચાંદીના સાકળા ૧ જોડ કિંમત રૂપિયા ૨૫૦૦ કુલ મળી ૪૮,૫૦૦ ની કોઈ ચોર ઈસમ ચોરી ગયો હોવાની ફરીયાદ અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ નોંધાવી હતી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં ફરી કોરોનાનો ધીમી ગતિએ પગ પેસારો..!!

ProudOfGujarat

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!