દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વરમાં ઈશકૃપા એપાર્ટમેન્ટમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ શહેર પોલીસ દ્વારા ઉકેલવાની સફળતા મળી છે.પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસમાં મૃતક યુવતી રવીનાના ગળાના નિશાન જ હત્યાનો ભેદ ઉકેલવામાં કડી રૂપ બન્યા હતા. હત્યાને આત્મહત્યામાં ખપાવાનું પ્રેમિકાને ભારે પડ્યું હતું.શહેર પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના પીરામણનાકા વિસ્તારમાં આવેલ ઈશકૃપા એપાર્ટમેન્ટમાં ગત 30 મી જૂન 2019ના રોજ રવીના વસાવાની થયેલી હત્યાનો ભેદ આખરે ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે.પોતાના 9 વર્ષ જુના પ્રેમીને પામવા માટે ષડયંત્ર રચી નેત્રંગ તાલુકાના સાગવાં ગામની અને હાલ ઈશકૃપા એપાર્ટમેન્ટ માં રહેતી ધર્મિષ્ઠા વસાવાએ તેના પ્રેમી મિહિર પાસે થી તેની મંગેતર રવીના ની વિગતો મેળવી તેને 30 મી જૂન ના રોજ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રવીના ને મળવા જઈને પોતે મિહિર ની ફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મિહિર અને તેના તમામ મિત્રો સાથે તને સરપ્રાઈઝ આપવાના છે તેવું જણાવી .રવીના વસાવા ને અંકલેશ્વર ખાતે ઈશકૃપા એપાર્ટમેન્ટ લઇ આવી હતી અને ધર્મિષ્ઠા વસાવા બહાર થી ફાસ્ટફૂડ તેમજ કોલ્ડ્રીંક લઈને રૂમ પર પહોંચ્યા હતા.
જ્યાં રૂમ પાર્ટનર પ્રિયંકાને તેનો ફ્રેન્ડ આવાનો હોવાનું જણાવી રૂમ માંથી બહાર મોકલી આપી હતી. ત્યારબાદ રવીના અને ધર્મિષ્ઠા સાથે બેસી વાતચીત કરતા હતા દરમ્યાન રવીનાનું માથું દુખતું હોવાથી તેને માથાના દુખાવાની દવાના બદલે ધર્મિષ્ઠા વસાવાએ ઊંઘની ગોળી આપી દીધી હતી. જેના થી તે અર્ધ બેભાનની હાલતમાં મુકાય જવા પામી હતી. તે દરમિયાન ધર્મિષ્ઠાના ગળામાં મિહિરની સોનાની ચેઇન રવીના એ જોઈ લેતા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યો હતો અને ધર્મિષ્ઠાએ પોતે 9 વર્ષ થી મિહિર સાથે પ્રેમ સંબંધ છે અને લગ્ન કરવા છે. તેવું કહેતા બંને વચ્ચે ઝગડો થયો હતો અને રવીના એ જણાવ્યું કે મીહીર સાથે મારી સગાઇ થઇ છે. તું મિહિર સાથે પ્રેમ સંબંધ ન રાખવાંનું કહેતા જ બોલાચાલી મારામારીમાં પરિણામી હતી અને બંનેએ એકબીજાના ગળા દબાવ્યા હતા પરંતુ રવીના વસાવા ને ઊંઘની દવાની અસર થી રવીના ઢીલી પડતા જ ધર્મિષ્ઠાએ પ્રથમ હાથ થી ગળું દબાવી રાખ્યું અને ત્યારબાદ દુપટો લપેટી 10 મિનિટ સુધી ગળું દબાવી રાખતા અને ધર્મિષ્ઠા પોતે એક નર્સ હોય જાતે પલ્સ ચેક કરતા રવીના મૃત પામી હોવાનો આભાસ થતા હત્યાને આત્મહત્યામાં ખપાવાનો દોર કરવા પ્રથમ પોતાના રૂમ માંથી બહાર લાવી બાજુના રૂમ મેટના રૂમમાં લઇ ગઈ હતી. જ્યા રૂમ પાર્ટનરે પુછાતા તેની બહેનપણી દવા પી ગઈ છે. તેમ જણાવી તેમને પણ રૂમ માંથી બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો.
અંતે પોતાના ભાઈને ફોન કરી બોલાવ્યો હતો. જ્યા મિહિરને પણ બોલાવતા અંતે દવાખાને લઇ જવાની રક્ઝક બાદ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી અને શહેર પોલીસ મથકે જાણ કરતા શહેર પોલીસને પ્રાથમિક તપાસ માં ગળાના નિશાને જ શંકા ઉપજાવી હતી અને પેનલ પીએમ કરતા હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જો કે પોલીસ શકમંદ તરીકે ધર્મિષ્ઠાની અટક કરે એ પૂર્વે તેણે પણ ઊંઘની 10 જેટલી ગોળી પી લેતા ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત સુધારા પર આવતા પોલીસે તેની અટક કરવા તજવીજ હાથ ધરી હતી. જો કે તે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ ન હોવાનો રિપોર્ટ આપી એસ.એસ.જી વડોદરાનો ફિટનેશ રિપોર્ટનું સૂચન કર્યું હતું. પોલીસે એસ.એસ.જીના તબીબનો સંપૂર્ણ ફિટનેશ રિપોર્ટ આપતા પોલીસે પૂછપરછ કરતા અંતે ધર્મિષ્ઠાએ પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. શહેર પોલીસે ધર્મિષ્ઠાની ધરપકડ કરી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.