Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- માલિક પાસે પોતાનો પગાર માંગવા ગયેલ યુવાનને માલીકે ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો…

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર નોનસ્ટાર કંપનીમાં કામ કરતા વિશાલભાઈ પાંડે નામનો યુવાન કંપનીના કોન્ટ્રાક્ટર બીપીનભાઈ જોષી પાસે પોતાનો બે મહિનાનો પગાર લેવા ગયો હતો.તે દરમિયાન કંપનીના કોન્ટ્રાક્ટરે યુવાનને ઢોર માર માર્યો હતો અને પગાર નહીં મળે તારાથી થાય એ કરી લે એવી ધમકી આપતા આ યુવાને ઉશ્કેરાઇને બીપીનભાઈ કોન્ટ્રાક્ટરની બાઈક લઈ ગયો હતો. ત્યારબાદ બીપીનભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં કામદાર સમાજ ના આગેવાન નેતા રજનીશભાઈ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના અંકલેશ્વર રૂરલ પોલીસને જણાવી હતી. ત્યારબાદ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બંને ફરિયાદીની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અંકલેશ્વર રૂરલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

સુરત : ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!