Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પાંચ હજારની ચોરી કરી તસ્કરો ફરાર…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર જીઆઇડીસી જલધારા વિસ્તારમાં આવેલ સાગર દીપ એપાર્ટમેન્ટના મકાન નંબર જી-૧ મા રહેતા વિજયભાઈ વલભભાઈ શેખડા પોતાનું મકાન બંધ કરી જીઆઈડીસીમાં નોકરીએ ગયા હતા. બંધ મકાનને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવી આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટમાં મુકેલા રોકડ રકમ 35000 હજારની ચોરી કરી ફરાર થઈ હતા.આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ઘણા વખતથી બંધ છે. નોટિફાઇડ ઓથોરિટી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવે એ જરૂરી છે તેમજ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલમાં પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!