દિનેશભાઇ અડવાણી
એક તરફ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણના મુદ્દાને ધ્યાનમાં લઈને પર્યાવરણને બચાવવા માટે સરકાર વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પર્યાવરણને બરબાદ કરવાની કસમ ખાઈને બેઠેલા કેમિકલ માફિયાઓ દ્વારા અંકલેશ્વરનાં નોબલ માર્કેટ ખાતે જોર-શોરમાં કેમિકલવાળી બેગોનું ધોવાણ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ મૌન વ્રતમાં બેઠા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ક્યાં સુધી આવા કેમિકલ માફિયાઓ પર્યાવરણને બગાડતા રહેશે અને ક્યાં સુધી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આંખ આડા કાન કરી એરકન્ડિશન હવામા આરામ કરતા રહેશે.હાલ તો ચોમાસામાં કેમિકલ વાળી બેગો ધોનારા લોકો માટે તો જાણે કોઈ તહેવાર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.કેમિકલ વાળી બેગ ધોવાઈ ગયાનું પાણી ખુલ્લેઆમ અંકલેશ્વરની આમલા ખાડીમાં ભંગારીયાઓ દ્વારા છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે આવા ભંગારીયાઓ સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું પગલાં ભરે છે.