*ચેમ્બર ઊંચા કરી વહેતા એફલૂએન્ટ ને રોકવાનો નિષ્ફળ પ્રયાસ*
તારીખ.23.07.18
*અંકલેશ્વર*
જી.આઈ.ડી.સી.માં હાલ વરસાદ નો વિરામ હોવા છતાં પ્રદુષિત પાણી ખાડીઓ માં વહેતુ નજરે જણાય છે.
અગાઉ તારીખ 16.07.18 ના રોજ થયેલી ફરિયાદ મુજબ Zcl કમ્પની પાસે rpg ના પાછળ ના ગેટ નજીક ગટર ના ચેમ્બર માંથી લાલ કલર નું એફલૂએન્ટ નિકરે છે જે કનોરિયા ચોકડી રાજપીપલા ચોકડી થઈ છાપરા ખાડી માં જઈ રહ્યું છે. અગાઉ ભારે વરસાદ વખતે પણ કનોરિયા ચોકડી વિસ્તાર લાલ પાણી થી ભરાઈ ગયું હતું . વરસાદ બંધ થયા પછી એ ક્યાંથી આવતું હતું તેની તપાસ પ્રકૃતિ શુરક્ષા મંડળ દ્વારા કરતા માલુમ પડ્યું કે આ ZCL ના ગેટ પાસે ના ગટર ના ચેમ્બર માંથી હાલ પણવહે છે. આશ્ચર્ય ની બાબત એ કે આજુ બાજુ ઝીરો ડિસ્ચાર્જ વાળી કમ્પનીઓ છે તેમ છતાં અહીંયા થી લાલ કલર નું એફલૂએન્ટ નિકરે છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના શ્રી સલીમ પટેલે આ બાબત ની જાણકારી GPCB વિભાગીય અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ ને 16/07/18 ના રોજ આપી હતી તેમજ તારીખ 21.07.18 ના રોજ રૂબરૂ મળી આ બાબત ની થયેલ કાર્યવાહી બાબતે પૂછતાં ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે
” *અમારી ટીમે એ સ્થળ ની વિઝિટ કરી તપાસ કરતા એફલૂએન્ટ ક્યાંથી આવે છે એ જાણી શકાયું નથી. અમોને આ ડ્રેનેજ ની ખામી યુક્ત ડિઝાઇન નું પરિણામ લાગે છે* ”
નોટિફાઈડ વિભાગે આ સમસ્યા ના નિવારણ અર્થે ત્યાં ચેમ્બર ને ઊંચું કરવાની કાર્યવાહી કરી છે પરંતુ એ ચેમ્બર માંથી પણ લાલ કલરનું એફલૂએન્ટ નિકરી છાપરા ખાડી સુધી પોહચી રહ્યું છે. આમ તેમણે કરેલ લીપા પોથી નું પરિણામ નિષફળ ગયું છે.
*આધુનિક અને ડિઝિટલ યુગ માં પણ આપણુ તંત્ર એક ફરિયાદ નું નિરાકરણ 20 દિવસ પછી પણ લાવી શકી નથી જે દુઃખદ છે અને શરમજનક પણ છે. અને તંત્ર આવી ફરિયાદો ના નિરાકરણ માટે ગંભીર હોય એમ લાગતું નથી.*
છાપરા ખાડી પ્રદુષિત થઈ રહી છે અને આ પાણી નર્મદાનદી દ્વારા દરિયા સુધી પોહચ્યા છે આમ આ જળ પ્રદુષણ થી ભૂગર્ભ જળ પણ ખરાબ થશે.જળચળ ને અને પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. વારંવાર ની બનતી ઘટનાઓ પર સખત કાર્યવાહી જરૂરી છે.