:-ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જિલ્લામાં કેટલાય સ્થળો ઉપર થી જર્જરિત મકાનો અને દીવાલો ધરાસાય થવા અંગે ની વિગતો રોજ મ રોજ ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.તંત્ર દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ કરવામાં આવ્યો છે તો બીજી તરફ એક પછી એક જર્જરિત મકાનો અને દીવાલો ધરાસાય થવાની બાબત લોકો ના ભય ઉભી કરી રહી છે…
આજ પ્રકાર નો વધુ એક બનાવ આજ રોજ અંકલેશ્વર ના ગોયા બજાર વિસ્તારમાં આવેલ બલવાડ વાળ વિસ્તાર માંથી સામે આવ્યો હતો જેમાં એક બે માળ નું જર્જરિત મકાન અચાનક ધરાસાય થતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…જોકે સમગ્ર બનાવમાં સદનસીબે બે થી ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જર્જરિત મકાન ધરાસાય થવાની અંદાજિત 6 થી વધુ ઘટનાઓ બની છે.જેમાં ૧ મહિલા નું મોત તેમજ ૫ થી વધુ લોકો અલગ અલગ બનાવો માં અત્યાર સુધી ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે….
અંકલેશ્વર ગોયાબજાર પાસે આવેલ બલવાડ વાળ વિસ્તારમાં બે માળ નું જર્જરિત મકાન ધરાસાય થતા ત્રણ વ્યક્તિ નો આબાદ બચાવ થયો હતો…..
Advertisement