Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- સરપ્રાઈઝ આપવાના બહાને બોલાવી ગિફ્ટમાં આપી મોત.પૂર્વ પ્રેમિકાએ પ્રેમીની મંગેતરની હત્યા કરી હોવાની શંકા…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગતરોજ અંકલેશ્વર શહેરના ઈશકૃપા રેસી કોમના એપારમેન્ટના ફ્લેટ નં-૩૦૨ માં રહેતી નેત્રંગ ની 23 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાને પગલે હત્યા કે આત્મહત્યા થઈ હોય તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ૨૩ વર્ષની યુવતી રવિનાબેન વિજયભાઈની હત્યા કરી ગળેફાંસો બાંધી ને મોતને છુપાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું જાણવા મળ્યું હતું. જેમાં અંકલેશ્વર શહેર પોલીસે મરનારની મિત્ર ધર્મિષ્ઠા ઉપર શંકાના પ્રહારો ચલાવ્યા છે.અંકલેશ્વર શહેર પોલીસે મરનારની મિત્ર ધર્મિષ્ઠા ઉપર શકના આધારે કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.મળતી માહિતી અનુસાર ધર્મિષ્ઠા જે યુવકને પ્રેમ કરતી હતી તેની જ મંગેતર રવીનાને સરપ્રાઈઝ આપવાના બહાને અંકલેશ્વરના ઈશકૃપા એપાર્ટમેન્ટ ખાતે બોલાવી હાથ વડે ગળું દબાવી રવીનાને મોતને ઘાટ ઉતારી હોય તેવી શંકાના આધારે અંકલેશ્વર શહેર પોલીસે મરનાર યુવતીની મિત્ર ધર્મિષ્ઠા ઉપર શંકાના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નવસારી જિલ્લાની નવ હજાર સખીમંડળની બહેનો હાઇટેક બનશે :

ProudOfGujarat

નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોનું જળ આંદોલન,તંત્ર દ્વારા જળ આંદોલન નિષ્ફળ કરવાનો પ્રયાસ. 

ProudOfGujarat

આપના પ્રદેશ પ્રમુખ ઈટાલિયા સામે બે વર્ષમાં 17 એફઆઈઆર, જાણો કેટલી છે સંપત્તિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!