દિનેશભાઇ અડવાણી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેર પોલીસના ડી-સ્ટાફના જવાન મહાવીરસિંહને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ભાટવાડ ઝુપડપટ્ટી પાસે સટ્ટાબેટિંગનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભાટવાડા ઝુપડપટ્ટી વિસ્તારમાં રેડ કરતા સટ્ટા બેટિંગના એક આરોપીને ઝડપી પાડ્યો હતો તથા તેની પાસે રહેલ રોકડ રૂપિયા તથા પત્તા-પાનાના સાધનો કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસે હરિશ્ચંદ્ર ક્રિષ્નાભાઈ વિરુદ્ધ જુગાર હેઠળની કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે અન્ય એક આરોપી સંજયભાઈ વસાવા ઘટનાસ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર શહેર પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર પોલીસ તો પોતાની ફરજ બજાવી રહી છે પરંતુ વારંવાર કોર્ટમાં જામીન મળ્યા બાદ તરત જ આરોપીઓ રાબેતા મુજબ પોતાના ગેરકાયદેસર ધંધાઓ ચાલુ કરી દે છે.હવે તંત્ર આ મુદ્દા પર ધ્યાન આપીને કડક પગલાં ભરશે કે પછી આજ રીતના વ્યવહાર ચાલતો રહેશે ?.