Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંક્લેશ્વર હાઇવે પર ઉભેલી ટ્રકમાંથી રૂ\- ૭.૨૨ લાખની મતાની ચોરી

Share

અંક્લેશ્વર નેશનલ હાઇવે પર હોટલ પર ઉભેલી ટ્રકમાંથી અન્ય ટ્રકનાં ચાલકો દ્વારા રૂ\- ૭.૨૨ લાખની મતાની ચોરીની ફરીયાદ તાલુકા પોલિસ મથકે નોંધાઇ છે.છે.પ્રાપ્ત વિગતો અનુસાર મુળ દિલ્હીનાં અને હાલ સુરત ખાતે રહેતા ગુરમિતસિંગ ધિલ્લોન સુરતનાં ગોડાઉન માંથી વિવિધ કંપનીઓનાં કાપડનાં પાર્સલ એક ટ્રક નં. આરજે-૨૭-જીબી-૪૧૨૧ માં તેનાં ડ્રાઇવર વિજય પાલ સાથે અલ્હાબાદ મોકલ્યા હતાં અંક્લેશ્વર હાઇવે પર દર્શન હોટલમાં રાતે આ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર આરામ કરતાં હતાં ત્યારે બાજુમાં ઉભેલી એક ટ્રકનાં ડ્રાઇવર-ક્લીનર સહીત ૪વ્યક્તિઓએ વહેલી પરોઢે ૧૯ જેટલાં કાપડનાં પાર્સલ કિંમત રૂ\- ૭,૨૨,૦૦૦ ની ચોરી કરી પોતાની ટ્રકમાં લઇ ફરાર થઇ ગયા હતાં.બનાવ અંગે ગુરમિતસિંગે અંક્લેશ્વર તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોધાવતા પી.આઇ.વડુકરે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે……..

Advertisement

Share

Related posts

साउथ एक्टर कबीर दूहन सिंह ने गायक डॉली सिद्धू से की सगाई।

ProudOfGujarat

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

ProudOfGujarat

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!