દિનેશભાઈ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લા મા અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના મળેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસના ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયાને મળેલ બાતમીના આધારે સુઝાન ખાન ઉર્ફે સજુ બશીર ખાન પઠાનના કાદિવાર અંકલેશ્વર શહેર ખાતે રહેતો જુનેદ ખાન આમિર ખાન પઠાણના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે. જે બાતમીના આધારે જુનેદ ખાન અમીર ખાનના ઘરે રેડ કરતાં રસોડાના ભાગેથી ગેરકાયદેસર રીતે પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ 750 મિલિ તથા 150 મિલિ નાની મોટી બોટલ નંગ 516 મળી કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયાનો પ્રોહિબિશનનો દારૂ અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડયો હતો અને બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.