Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર : છાપરા ગામ પાસે મોટરસાયકલ અને ફોરવીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં એક મહિલાનું ગંભીર મોત…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર અને ભરૂચ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર છાપરા ગામ નજીક એક મોટરસાયકલ અને ફોરવિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાઇકલ ચલાવનાર મહિલાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મહિલા ઠંડાગામ વિસ્તારમાં રહેતી હોય તેવું જાણવા મળ્યું હતું. હાલ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મહિલાની ડેડબોડીને અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તપાસનો દોર શરૂ કર્યો હતો. હાલ અંકલેશ્વર શહેર પોલીસ મૃત્યુ પામેલ મહિલાના વાલી વારસદારોને શોધખોળ ચલાવી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર તુલસીધામ ખાતે શિવ દર્શન મેળાના અંતિમ દિવસે મહા આરતી યોજાઇ.

ProudOfGujarat

શહેરાઃ વાઘજીપુર ગામે આવેલી વરસાદી ગટરમા કચરાના ઢગ ખડકાયા સાફસફાઈ ક્યારે ?

ProudOfGujarat

લીંબડી : ભડીયાદ પીર દરગાહ ખાતે ધામધૂમથી અગ્યારમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!