વર્કશોપમાં ભરાયેલાં પાણી ઓઈલ સાથે નીલકંઠ સોસા. માં છોડતાં રહીશો ખફા…
આડેધડ રીતે પાણીનો નિકાલ કરતાં પાલિકાતંત્ર દોડતું થયું…
એક તરફ અંક્લેશ્વરમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યાથી લોકો અને તંત્ર બંને પરેશાન છે ત્યાં જ ONGC જેવાં જવાબદાર સંસ્થાને બેજવાબદાર રીતે પાણીનો નિકાલ કરતાં રહીશોમાં આક્રોશ ફેલાયો છે.
અંક્લેશ્વર ONGC એડમીનીસ્ટ્રેટીવ ઓફિસરની સામે જ ONGC વર્કશોપ આવેલું છે વર્કશોપને અડીને વચ્ચેનો રોડ છોડતાં સામે નિલકંઠ સોસાયટી, અમૃતકુંજ સોસાયટી સહિત રહેણાં વિસ્તારો આવેલાં છે હાલમાં જ ૯ દિવસોથી અવિરત વરસેલા વરસાદનાં પગલે ONGC વર્કશોપમાં ભારે પાણી ભરાઈ જવા પામ્યાં છે. આ પાણીનો વ્યવસ્થિત રીતે ONGC દ્વારા નિકાલ કરવાનાં બદલે તદ્દ્ન બેજવાબદારી પુર્વક રીતે પોતાની પ્રિમાઈસીસમાં પંપ મૂકીને પાણીનો ખુલ્લાં રસ્તા દ્વારા નિકાલ કરાઈ રહ્યો છે આ પાણી નીચાણ તરફ વહીને હાલ નિલકંઠ સોસાયટીમાં ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરની બહારથીજ પાણી અવિરત રીતે વહેતાં રહીશો નીકળતાં પાણી ખચકાય છે. આ ઘટનાથી રહીશોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ જવા પામી હતી. સોસાયટીનાં રહીશો ONGC વર્કશોપ ખાતે ઘુસી ગયા હતાં જ્યાં ઉગ્ર રજુઆત બાદ ONGC નાં અધિકારિઓએ પાણી છોડવાનું બંધ કર્યુ હતું.
નોંધનીય છે કે ONGC વર્કશોપ હોવાથી મોટાં અને ભારે વાહનોનું સર્વિસિંગ-ક્લીનીંગ વગેરે વર્કશોપમાં જ થાય છે જેને લીધે વરસાદી પાણીમાં ઓઈલ મિશ્રિત પાણી ભળી જતાં ભારે ગંદકી પણ નીલકંઠ સોસાયટી વિસ્તારમાં ફેલાઈ જવા પામી છે. આ અંગે અંક્લેશ્વર પાલિકાને જાણ કરતાં પાલિકાના અધિકારિઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અને ONGC ને બીજીવાર આ રીતે પાણીનો નિકાલ ન કરવા માટે તાકીદ કરી હતી.