દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર શહેરમાં સતત બીજા દિવસે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જેના પગલે અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ બે થી ત્રણ વૃક્ષો માર્ગ પર જ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.તોતિંગ વૃક્ષો તૂટી પડવાથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.ગત મોડી રાતે તૂટી પડેલા વૃક્ષોને દુર કરવા અધિકારીઓ નહી ફરકતા વાહન ચાલકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ મુખ્ય માર્ગ ઉપર ઘણા બધા વૃક્ષો એવા છે જેને વરસાદ પહેલા ઉતારી લેવા જોઈતા હતા પરંતુ તંત્રની આળસને પગલે વૃક્ષો ઉતારવામાં નહી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. તંત્ર વહેલી તકે અકસ્માત નોતરે તેવા વૃક્ષોને ઉતારી લેવા રાહદારીઓ માંગ કરી રહ્યા છે.
Advertisement