દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગત વર્ષ દરમ્યાન આઈસર ટેમ્પો ચોરી સંદર્ભમાં જીઆઇડીસી પોલીસે સુરત લાજપોર જેલ માંથી ત્રણ જેટલા આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવી વધુ તપાસ હાથ ધરી છે.ગત વર્ષે પ્રકાશ દયારામ મિશ્રા રહે વિનાયક સોસાયટી રાજપીપળા રોડ નાઓ પોતાનો ટેમ્પો નંબર GJ 16 V 8653 લઈએ ચોકડી પાસે ઉભા હતા. ત્યારબાદ તેઓ ટેમ્પો લોક કરી ઘરે જતા રહ્યા હતા. કલાકો બાદ પરત ફરતા આઈસર ટેમ્પોના ચોરી થઇ ગઈ હતી.આ ટેમ્પો ૩૧/૧૨/૧૮ ના રોજ કામરેજમાં બિનવારસી હાલતમાં મળી આવેલ હતો. જેની કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ટેમ્પો કબજો મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.આ ગુના સંદર્ભમાં સુરત ખાતે રહેતા રણજીતભાઈ હિંમતભાઈ ઓડ રહે એ-૨૭૨ સત્યમ નગર કામરેજ, બુધાભાઈ ઉર્ફે રાજુભાઈ, ધરમસિંહ ઓડ રહે જોલવા સુરત, અશોકભાઈ રમેશભાઈ હાયદા રહે ધરતી કોમ્પલેક્ષ કામરેજ, આ તમામ નાઓની સામે જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જીઆઇડીસી માંથી દિનપ્રતિદિન વાહનચોરીનું પ્રમાણ વધતું ગયું છે.પોલીસને આરોપીઓ હાથ લાગતા જ તમામ સામે તપાસ આરંભી છે.