દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર શહેરમાં સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલું તળાવ હાલ વરસાદને લઈને સ્થાનિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે.હાલ અંકલેશ્વરમાં સવારથી મેઘરાજાએ જોરદાર એન્ટ્રી સાથે આગમન કર્યું હતું ત્યારે અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં આમલા ખાડી ઓવરફલો થતા સમગ્ર આમલા ખાડીનું પાણી સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલા તળાવમાં ભરાયુ હતું અને તળાવ ની સાથે સાથે તળાવમાં રહેલું સમગ્ર પાણી આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળતા તમામ રહીશો રોડ ઉપર આવી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે આવી મુસીબતના સમયે અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ કોઇપણ જગ્યાએ હાલ જોવા મળેલ નથી. જો કોઈ મોટી ઘટના બને તો સ્થાનિકોએ જાતે જ પોતાની સુરક્ષા કરવી પડે તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.અંકલેશ્વર શહેરમાં પહેલા જ વરસાદમાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવે આવનારા સમયમાં અંકલેશ્વર શહેરમાં વરસાદનું પાણી લોકો માટે કેટલું મુસીબત ભર્યું સાબિત થશે તે હવે જોવું રહ્યું.