દિનેશભાઇ અડવાણી
હાલ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે અંકલેશ્વરમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો હતો.જેમાં સમગ્ર અંકલેશ્વર શહેરમાં ઠે- ઠેર વરસાદી નું પાણી ભરાયું હતું ત્યારે કહેવાય છે કે વરસાદના પાણી સાથે-સાથે અંકલેશ્વર યુ.પી.એલ કંપની પાછળના ભાગેથી ભૂતિયા કનેક્શન દ્વારા યુ.પી.એલ કંપની વરસાદી પાણીની સાથે કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.ચાલતી ચર્ચા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ કંપનીની પાછળ પટેલ નગર વિસ્તાર પાસે કેટલાક ભરવાડ સમાજના લોકો વસે છે તેમના જણાવ્યા અનુસાર યુ.પી.એલ કંપની પાછળની દીવાલ પાસેથી ભૂતિયા કનેક્શન દ્વારા કેમિકલવાળું પાણી બહાર કાઢી રહી છે.જેના કારણે સ્થાનિકોને તથા ગાય-ભેંસને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવી કંપનીઓ ઉપર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.