દિનેશભાઇ અડવાણી
બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારના સુરવાડી,નવાદીવા,જુનાદીવા,નવીદીવી પુનગામ,બોરીદ્રા,જૂના બોરભાઠા બેટ,આંબોલી,પાનોલી,આલુંજ, ભરણ ગામોમાં તથા સુરત ગ્રામ્ય વિસ્તારના હથુરણ, ધામરોડ, તરસાલી, દીણોદ, નંદાવ, કોસંબા વિસ્તારમાં આવેલ સીમ ખેતરોમાં અસંખ્ય પ્રમાણમાં ડી.જી.વી.સી.એલ ના ટ્રાન્સફોર્મર તોડી તેમાનું કોપર ચોરી કરવાના અસંખ્ય બનાવો બનવા પામ્યા હતા અને છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાન્સફોર્મર ચોરી કરતી ટોળકીએ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.ટ્રાન્સફોર્મર ચોરીના પરિણામે સરકારના ડી.જી.વી.સી.એલ ડિપાર્ટમેન્ટ તથા ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડ્યું હતું.જેથી ટ્રાન્સફોર્મર ચોરીઓને કોઇપણ ભોગે રોકવા માટે ખેડૂતો તથા ગ્રામજનો તરફથી કલેકટર કચેરી,પોલીસ અધિક્ષક સહિત વિવિધ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હતી.આ દરમિયાન ગત માર્ચ મહિનામાં એક ધાડનો ગુનો અંકલેશ્વર સૂરવાળી ગામની સીમમાં ખેતરમાં ઘર બાંધીને રહેતા મહેન્દ્રસિંહ ડાભી તથા તેમના પરિવાર પર અજાણ્યા આરોપીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મોબાઈલની લૂંટ કરી તેમના ઘર નજીકના ટ્રાન્સફોર્મર તોડી તેમાનું કોપર કાઢી લઈ ગયા હતા જે બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ઉપરોક્ત બનાવોની રજૂઆતો તથા સુરવાડી ગામના બનાવની ગંભીરતાને અનુસંધાને વડોદરા જિલ્લા પોલીસ વડા અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી એલ.સી.બી,એસ.ઓ.જી,પેરોલ ફલૉ સ્કોડની અલગ-અલગ ટીમો કાર્યરત કરી ટ્રાન્સફોર્મર ચોરોને ઝડપી પાડવા સખત સુચના આપવામાં આવી હતી.જે અન્વયે જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચ તેમણે પો.સ.ઈ પી.એસ.બરંડા,પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી ક્રાઈમ બ્રાન્ચ સાથે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી ટ્રાન્સફોર્મર ચોરોને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા.તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હુમન ઈન્ટેલીજન્સ દ્વારા મધ્ય પ્રદેશ ઝાબુંઆ ખાતેથી ટ્રાન્સફોર્મર ચોરતી ગેંગના ચાર સભ્યોને લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓની ઊંડાણ પૂર્વકની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં ઝાબુંઆ ગેંગના ચાર સભ્યો (૧).પારુભાઈ મોહનસીંગ નીનામા રહેવાસી,ભૂતફળીયા તાલુકો.રાનાપુર જીલ્લો.ઝાબુંઆ મધ્ય પ્રદેશ.(૨).સાગર કેકડિયા સોમલા મેડા રહેવાસી પાડલવા તાલુકો.રણાપુર જિલ્લો.ઝાબુંઆ મધ્ય પ્રદેશ.(૩).સુનિલ કેકડિયા મેડા રહેવાસી પાડલવા તાલુકો.રણાપુર જિલ્લો.ઝાબુંઆ મધ્ય પ્રદેશ.(૪).નારકુ ઉર્ફે નારુ કસના દોલજી કામલીયા રહેવાસી,હડકૂઈ તળાવ ફળિયા તાલુકો.રાનાપૂર જીલ્લો.ઝાબુંઆ મધ્યપ્રદેશ.આ તમામ આરોપીઓ પાસેથી ટ્રાન્સફોર્મર ચોરીણો મુદ્દામાલ નુકસાનીત ટ્રાન્સફોર્મર માંનું કુલ ૨૭૦ કિગ્રા તાંબુ કિંમત રૂપિયા ૯૪૦૦૦ તથા મોબાઇલ નંગ-૫ કિંમત રૂપિયા ૩૫૦૦ મળી કુલ ૯૭,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.તમામ આરોપીઓની સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓના નામ જણાવ્યા હતા.બને ફરાર આરોપીઓ (૧).કલ્લાં ખુમાભાઈ વાખલા રહે કુશલપુરા તા.રાનાપૂર જી.ઝાબુંઆ.(૨).પારુ ઉર્ફે પહાડસીંગ કસના કામલીયા રહે ખડકૂઈ તા.રાનાપૂર જી.ઝાબુંઆ ની શોધખોળ ચાલુ છે.આ તમામ આરોપીઓ અંકલેશ્વર તાલુકા સીમ ખેતર વિસ્તાર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક ટ્રાન્સફોર્મર તોડી તેમાંનું કોપર કાઢી ચોરી કરી અમદાવાદ તથા ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે વેંચતા હોવાની કબૂલાત કરી હતી.આમ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને ટ્રાન્સફોર્મર ચોરીઓના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.જેમાં ઝાબુંઆ ગેંગ દ્વારા આચરવામાં આવેલ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો ધાડના ગુનાની સાથે અંકલેશ્વર તાલુકા તથા સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ ૨૦૦ થી વધુ ટ્રાન્સફોર્મર આ ગેંગ દ્વારા તોડી પાડી તેમાંનું કોપર અમદાવાદ અને ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે વેચી દીધેલ હોવાની કબૂલાત ઝાબુંઆ ગેંગ દ્વારા કરવામાં આવી હતી.
ઝાબુંઆ (મધ્યપ્રદેશ) ગેંગની મોડસ ઓપરંડી
ઝાબુંઆ ગેંગ સોપ્રથમ ટ્રાન્સફોર્મર ચોરીની જગ્યાઓ નક્કી કરતી અને તે મુજબ આ ગેંગના સભ્યો હેકસો બ્લડે,પાના તથા બેટરી સાથે રાખી સાંજના સમયે રીક્ષાઓ પકડી ટાર્ગેટ જગ્યાએ પોહચી જતા અને ખેતર સીમ વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોર્મર સુધી રાતના સમયે પહોંચવા થાંભલાઓની લાઈન પકડી ટ્રાન્સફોર્મર સુધી પહોંચી વીજપ્રવાહ ચાલુ છે કે કેમ તેની ખાતરી ટ્રાન્સફોર્મર ના અવાજ પરથી કરી લેતા અથવા તો આ ગેંગ જે સીમ વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ હોય તે વિસ્તારની પસંદગી ટ્રાન્સફોર્મર તોડવા માટે કરતા અથવા તો ટ્રાન્સફોર્મરની નીચે કટ -આઉટ પીસમાંથી ટેસ્ટિંગ કરી વીજ પ્રવાહ બંધ હોય તો ટ્રાન્સફોર્મર હેકસો બ્લેડ થી કાપી નીચે ઉતારી અથવા પાનાઓ માટે આશરે ૩૦ થી ૩૫ જેટલા નટ બોલ્ટ ખોલી ટ્રાન્સફોર્મરમાંનું મૂલ્યવાન ઓઇલ ઢોળી કોપરની કોયલો કાઢી લેતા અથવા તો ઓઇલ બાળી નાખી કોપર કોયલો બેગમાં ભરી નજીકના ખેતરમાં સંતાડી દેતા હતા.ત્યારબાદ રોડ પર જઈ રિક્ષામાં રેલવે સ્ટેશન પહોંચી જતા અને આખો દિવસ અંકલેશ્વરમાં પિક્ચર જોવામાં અને આમતેમ ફરવામાં સમય પસાર કરી સાંજના બીજા ટાર્ગેટ તરફ નીકળી જતા.આ ગેંગ એક રાત્રિમાં ત્રણ થી ચાર ટ્રાન્સફોર્મર તોડી નાખતા ત્યારબાદ ટ્રાન્સફોર્મર માનું કોપર વેચાણ માટે ર અમદાવાદ તથા ઇન્દોર મધ્ય પ્રદેશના વેપારીઓનો સંપર્ક કરી વેચી દેતા.આ ગેંગ 2011થી એક્ટિવેટ છે અને ક્યારે પકડાયેલ નથી.આ ગેંગ એક ટ્રીપમાં ૬૦૦ થી ૭૦૦ કિલો કોપર લઇ જઇ માત્ર ૩૦૦-૩૫૦ કિલોના ભાવે વેચતા હતા.
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ વાય.જી ગઢવી ની સખત મેહનતથી આ ગેંગને પકડવામાં સફળતા મળી છે.