Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત એકતાનગર સોસાયટીમાં રહેતા ગણેશભાઈ કાન્તાપ્રસાદ ગુર્જર એરનેટ કંપનીમાં નોકરી કરે છે.જેઓ ગત તારીખ ૨૫મી જુનના રોજ પોતાના ઘરમાં સુતા હતા તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી એક લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૬૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે તેઓ ઊંઘમાંથી ઉઠી જોતા તેઓનું લેપટોપ અને ફોન મળી આવેલ નહી જેથી તેઓને ઘરમાં ચોરી થયા હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement


Share

Related posts

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

ProudOfGujarat

ભરૂચ : કોરોનામાં સરાહનીય કામગીરી બદલ રોટરી ક્લબ ફેમિના ગ્રુપ દ્વારા કર્મચારીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરના હુમલામાં આધેડનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!