સત્તાધીશો મનમાની પુર્વક જ કામ માટે નાણાં ફાળવતાં હોવાનો આક્ષેપ …
ગ્રીનપાર્ક સોસાયટીની ગ્રાંટ સહિત ૩ કામો અટકાવાવા રજુઆત…
અંક્લેશ્વર નગરપાલિકાનાં વોર્ડ-૮ નાં નગરસેવક પોતાનાં જ વોર્ડનાં કામો સ્થગિત કરવા માટે પાલિકા પ્રમુખને અરજી કરતાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.
અંક્લેશ્વરનાં વોર્ડ-૮ નાં વિપક્ષી નગરસેવક જહાંગીર ખાન પઠાણે અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખને લેખિતમાં અરજી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે પાલિકાની તા.૧૩ માર્ચ-૨૦૧૮ નાં રોજ મળેલી બોર્ડ મિટિંગમાં વોર્ડ-૮ માં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં ૧૪માં નાણાપંચની ગ્રાંટમાંથી રૂ! ૩ લાખ ઠરાવ નં ૧૪૯ થી ફાળવવામાં આવ્યાં હતાં. વાધુ બે કામ પણ આ જ વોર્ડમાટે પાલિકા દ્વારા ફાળવાયાં છે જે અંગે જે-તે વોર્ડનાં સભ્યો સાથે પાલિકા સત્તાધીશો કે અધિકારિઓએ કોઈ ચર્ચાવિચારણા કરી ન હોવાનાં આક્ષેપ સાથે જહાંગીર પઠાણે સત્તાધીશો અને અધિકારિઓમાં મનમાનીપુર્વક વર્તતા હોવાનું લેખિતમાં જણાવી આ કામો સ્થગિત કરવાની માંગ કરી છે
જહાંગીર પઠાણે આ અંગે જણાવ્યું હતું કે સત્તાધીશો મનમાની કરીને ભ્રષ્ટાચાર આચરી શકાય એવાં બદઈરાદાથી નાણાં ફાળવી દે છે અને અમે વોર્ડનાં સભ્યો હોવા છતા ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે જેથી આ કામ સ્થગિત કરવા અરજી કરી છે
વોર્ડ-૮ આખો વિપક્ષી કોંગી નગરસેવકનો વોર્ડ છે ત્યારે વોર્ડનાં નગરસેવકે જ પોતાનાં વોર્ડની કામગીરી સ્થગિત કરવાની અરજી કરતાં આ મોદ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ અરજી અંગે હવે શું થશે એ જોવું રહ્યું !!!