દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર
૨૬/૦૬/૧૯
અંકલેશ્વર શહેરના દીવા રોડ પર મહાવીરનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વૃક્ષોનું નિકંદન કરાતા સ્થાનિક રહીશ દ્વારા વન વિભાગ અને મામલદાર સાહેબને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.ગતરોજ તારીખ ૨૫/૦૬/૧૯ ના રોજ નગર પાલિકાના એ વિસ્તારના પદાધિકારી અને કર્મચારીઓ દ્વારા સાફસફાઈ અર્થે કામગીરી કરાઈ હતી જેમાં વર્ષો જુના વૃક્ષોનુ નિકંદન કરાતા સ્થાનિકોમાં નારાજગી અને રોષની લાગણી ફેલાઇ છે અને જાગૃત નાગરિક પરેશભાઈ દ્વારા લેખિત ફરિયાદ કરાઈ છે.
હાલ ગુજરાત સરકાર, નાગરિકો, સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ ની રક્ષા અર્થે એક જુંબેશ ના ભાગ રૂપે તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ના આદેશો થી મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે એવી પરિસ્થિતિ માં ૧૫ વર્ષ જુના વૃક્ષ મુળિયા સહીત કાઢી નાખવામાં આવે આ બાબત ફક્ત પર્યાવરણના કાયદા માં જ નહિ પણ સામાજિક રીતે પણ મોટો ગુન્હો છે અને આ કૃત્ય કરનારાઓ સામે કાયદા મુજ્બની સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લેખિત/મોખિક ફરિયાદ થઇ છે.ફરિયાદીના કહેવા મુજબ આ વૃક્ષ નડતર રૂપ ના હતો અને જો આજે 15 વર્ષ પછી નડતરરૂપ બન્યો તો તેને કાપવા માટે યોગ્ય મંજૂરી મેળવવી પડે કોઈ પદાધિકારી કે કર્મચારી કાયદો હાથમાં લઇ નહિ શકે તેથી અમોએ યોગ્ય તપાસ અને કાર્યવાહી ની માંગણી કરી છે.
ફરીયાદી પરેશભાઈ શરવણના કેહવા મુજબ
“ અમારા ઘર ની બહાર આજ થી ૧૫ વર્ષ પેહલા પર્યાવરણ ના સંતુલન માટે સરકારી વિભાગ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને તે ઘટાદાર વૃક્ષ નું આજે નગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ ની મિલીભગતથી JCB દ્વારા મુળિયા સહીત ઉખેડી નાખવામાં આવ્યા છે અને આજે ૧૫ વર્ષ સુધી કોઈ નડતર રૂપ ના હોય એવા વૃક્ષો નું નિકંદન એ સરકારી કાયદા મુજબ ગુન્હો છે.અને મારી જાણકારી મુજબ કોઈ સક્ષમ અધિકારી ની મંજુરી મેળવી વૃક્ષ છેદન ની કાર્યવાહી કરવી પડે માટેજ આ જે કૃત્ય કર્યું છે તેની યોગ્ય તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરાવવા ની મારી માંગ છે .”