દિનેશભાઇ અડવાણી
હાલ દિન-પ્રતિદિન બેંક એ.ટી.એમ કાર્ડના છેતરપિંડીના બનાવો ખૂબ વધી રહ્યા છે.જેમાં ઘરે બેઠા-બેઠા એ.ટી.એમ કાર્ડ માંથી ચોરો દ્વારા પૈસા ઉપાડી લેવાના કિસ્સાઓમા ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેમાં અંકલેશ્વરમાં પણ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.અંકલેશ્વર પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજીવન હોટેલની પાસે રહેતા મોહમ્મદ મુમતાજ હલીમ અન્સારી સાથે પણ એ.ટી.એમ કાર્ડને લઇને છેતરપીંડીનો બનાવ બન્યો છે. જેમાં મોહમ્મદભાઈના બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટના ખાતા માથી 28 હજાર રૂપિયા વગર એ.ટી.એમ કાર્ડ દ્વારા ઉપડી જતા મોહમ્મદભાઈએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી મોહમ્મદભાઈના જણાવ્યા અનુસાર અનુસાર તારીખ 22-6-2019 ના રોજ તેઓના મોબાઇલ ઉપર પૈસા ઉપાડવા બાબતનો બેંકનો એસએમએસ આવતા તેઓએ તરત જ બેંકને જાણ કરી હતી પરંતુ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીએ તેઓને આ મુદ્દા અંગે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું જેમાં મોહમ્મદભાઈ એ અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા ચોરોને ક્યારે પકડશે ? કે પછી આજ રીતના ભારતના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા મા છેતરપિંડીના બનાવો બનતા રહેશે હાલ તે જોવાનું રહ્યું.