Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સી માંથી ચોરી થયેલ ટ્રક સાથે એક ઇસમની અટકાયત કરી.અન્ય એક ઇસમ ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં ટીચર્સ સોસાયટી નજીક રહેતા રાકેશ મિસ્ત્રીએ રવિવારના રોજ સાંજના સમયે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ એચ.બી.એસ ફાર્મા સેઝના ગેટ પાસેની ખુલ્લી જગ્યામાં ટ્રક નંબર-જી.જે.૦૩.વાય ૯૭૦૩ પાર્ક કરી હતી.તે દરમિયાન માંડવા તળાવ ફળિયામાં રહેતા સંજય ભાઈલાભાઈ અને વિજય વસાવાએ તેમના ડમ્પરની ચોરી કરી ભાગી રહ્યા હતા તે વેળા પાનોલી રેલ્વે સ્ટેશન પાસે મોટરસાયકલ અને લારી સાથે ભટકાતા કેબીન સંચાલકના પુત્ર સહીત બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.અકસ્માત સર્જી વિજય વસાવા ભાગી છૂટ્યો હતો જ્યારે સંજય વસાવા કેબીનમાંથી નીકળવા જતા લોકોએ ઝડપી પાડ્યો હતો અને તેને અક્લેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી મોહર્રમના તહેવારની ઉજવણી કરવા માંગ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટંકારીયા ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા માટે ઘોડી ઉપર સવાર થઈ પહોંચ્યા મહાનુભવો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!