Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રદુષણ મુદ્દે એન.સી.ટી એ હાઈકોર્ટનો હુકમનો અમલજ ન કર્યો હતો.

Share

૨૦૧૧ મા હાઈકોર્ટ ઈન્સપેકશન કમ મોનીટરીંગ કમીટી રચવાનો આદેશ કર્યો હતો.

આજ દિન સુધી કમીટી પણ રચાઈ નથી-ઉધોગોની બદતર સ્થીતિ

Advertisement

અંકલેશ્વર પ્રદુષણ મુદ્દે હાલ ભારે વિવાદો ચાલે છે અને હાઈકોર્ટમા પણ આ બાબતે કેસ ચાલી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટ દ્રારા ૨૦૧૧ મા અપાયેલા હુકમ બાબતે ચોંકાવનારી માહીતી જાણવા મળે છે. વર્ષ ૨૦૧૧ મા બેફામ પ્રદુષણ મુદ્દે અંકલેશ્વર ના સલીમ પટેલ અને હાઈકોર્ટ ના એડવોકેટ સજ્જાદ કાદરીએ હાઈકોર્ટમા અરજી કરી હતી. જેમા વ્યાપક સુનાવણી બાદ હાઈકોર્ટ ચુકાદામા અંકલેશ્વર મા એર પોલ્યુશન, નઈઝ પોલ્યુશન અને વોટર વેસ્ટ માટે જે-તે સમયની ભરૂચ ઈકો એકવા ઈન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ BEAIL જે હાલ નર્મદા ક્લિનટેક NCT તરીકે ઓળખાય છે. તેને જોઈન્ટ ઈન્સપેકશન કમ મોનીટરીંગ કમીટીનુ ગઠન કરવા જણાવ્યુ હતુ. આ સુચીત કમીટીમા NCT, AIA, PIA અને JIA ના કુલ સાત સભ્યોની દારખાસ્ત પણ કરાઈ હતી. જો કે આશ્વર્યની વાત એ છે કે અત્યાર સુધી કમિટી બનાવવામા NCT ગલ્લા તલ્લાજ કરાયા છે. વધુમા ખાસ તો વોટર વેસ્ટ માટે હાઈકોર્ટ દર્સરી ટ્રીટમેન્ટ અર્થાત પ્રાયમરી અને સેકેન્ડરી ટ્રીટમેન્ટ બદની અંતીમ ટ્રીટમેન્ટ કરવા પણ સ્પષ્ટ જણાવ્યુ હતુ જે પણ થયુ નથી. આ વર્ષ ૨૦૧૪ મા હાઈકોર્ટ સમક્ષ ખુલ્યુ ત્યારે NCT દ્રારા ગલ્લા તલ્લાજ કરવામા આવ્યા કે ઈન્ડ્રસ્ટ્રીઝ માથી એટલા વધુ સીઓ.બી પાણી આવે છે કે ટ્રીટમેન્ટ થતુ જ નથી. આ મુદ્દે ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે કે સી.ઓ.બી વાળા પાણીમા જે કેમીકલો ભેળવીને તેને ટ્રીટમેન્ટ કરાતી હતી. એ કેમીકલ પાછળ NCT એ વર્ષ ૨૦૧૫ મા રૂ. ૮૫ લાખ ૨૦૧૬મા ૬૫ લાખ, ૨૦૧૭ મા ૫૮ લાખ નો ખર્ચો બેલેન્સ સીટમા બતાવ્યો છે. જો સી.ઓ.બી વધુ માત્રમા હોય તો ઉત્તરોત્તર વર્ષો વર્ષ કેમિકલ પાછળનો ખર્ચ વધવો જોઈએ જે સતત ઘટતો દર્શાવાયો છે. આ બતાવે છે કે NCT દ્રારા યોગ્ય ટ્રીટમેન્ટ કરાતી નથી. હવે હાલ હાઈકોર્ટ ની ફટકાર બાદ જી.પી.સી.બી એ ભુતીયા કનેકશનો ઝડપવાની ઝુંબેશ આદરીને કલોઝર અને એફ.અઈ.આર નો દોર શરૂ કર્યો છે. ત્યારે ઉધોગજગતમા પણ અસંતોષ પ્રગટયો છે. ઉધોગ વર્તુળમા એવો ગણગણાટ જોવા મળી રહ્યો છે કે હાઈકોર્ટનો વર્ષ ૨૦૧૧ ની ગાઈડલાઈન પર ન ચાલીને હવે ઉધોગો પર દોષનો ટોપલો ઢોળવામા આવે છે. અને ઉધોગની હાલત બદતર બની રહી છે. એક ઉધોગપતીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે જી.પી.સી.બી કે NCT થી આ રીતે પ્રદુષણ કંટ્રોલ ન થતુ હોય તો એ આખી સિસ્ટમ ઉધોગપતીઓના હાથમા જ નાખી દેવી જોઈએ. આ પરીસ્થીતી મા તો વિકાસ અટકી ગયો છે. તા. ૧૧ મીના રોજ હાઈકોર્ટ મા ફરી એક વાર સુનવણી થવાની છે. ત્યારે ઉધોગમંડળ દ્રારા એફ.ઈ.ટી.પી ના સાંચાલનની માંગ કરતી એફિડેવીટ હાઈકોર્ટમા કરવામા આવનાર છે સાથે જ ૧૦ મીના  સી.ઈ.ટી.પી અને વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ અંગે પણ એફીડેવીટ આ સાથે જ કરાશે. ત્યારે હવે આ મુદ્દે હાઈકોર્ટ કેવુ વલણ દાખવે છે. એ જોવુ રહ્યુ…!!!


Share

Related posts

માંગરોળ : લવેટ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડી પુલનો કેટલોક ભાગ બેસી જતા ઈંટ ભરેલી ટ્રક પાણીમાં ખાબકી.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃતિને અટકાવવા યુથ કોંગ્રેસનુ આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!